ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs AUS Indore Test: પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાનો દબદબો

ઈન્દોરમાં રમાઈ રહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ભારત સામે દબદબો બનાવી લીધો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ ઈન્દોરમાં શરૂ થઈ છે. ત્રીજી મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, રોહિત શર્માનો આ નિર્ણય સાચો સાબિત થયો ન હતો અને ભારતીય ટીમ 109 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ભારત સામે મજબૂત પકડ બનાવી લીધી છે. ઈન્દોરમાં પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને 156 રન બનાવી લીધા છે. આવી સ્થિતિમાં તેણે ભારત પર 47 રનની લીડ બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાની હજુ છ વિકેટ બાકી છે.

IND vs AUS Indore Test
IND vs AUS Indore Test

જો ઓસ્ટ્રેલિયા ભારત પર મોટી લીડ બનાવી લે છે તો ક્યાંકને ક્યાંક ટીમ ઈન્ડિયા પર દબાણ વધારી શકે છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ પ્રથમ દાવમાં સારી રહી ન હતી, જેનું પરિણામ આ મેચમાં ભોગવવું પડી શકે છે. ભલે ઓસ્ટ્રેલિયાને 12 રનના સ્કોર પર પહેલો ફટકો લાગ્યો, પરંતુ ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેન વચ્ચે મોટી ભાગીદારી થઈ અને ઓસ્ટ્રેલિયા ભારત સામે મજબૂત પકડ રાખવામાં સફળ રહ્યું. ઉસ્માન ખ્વાજાએ 60 રન બનાવ્યા છે. તેને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો. તો માર્નસ લાબુશેન 31 રનના સ્કોર પર રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. કેપ્ટન સ્ટીવ સ્મિથ પણ રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં પડેલી ચારેય વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી છે.

પ્રથમ બે ટેસ્ટની જેમ, પિચ સ્પિનરોને ઘણી મદદ કરશે તેવી અપેક્ષા હતી પરંતુ હોલકર સ્ટેડિયમની પિચે શરૂઆતના કલાકમાં બોલરો માટે નુકસાનકારક સાબિત થઈ હતી. પ્રથમ સેશનમાં સાત વિકેટ ગુમાવ્યા બાદ ભારતે વધુ 25 બનાવી બાકીની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. કુહનેમેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. જો ઉમેશ યાદવે 13 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 17 રનની ઇનિંગ ન રમી હોત તો ભારતને 100 રનનો આંકડો પાર કરવા માટે સંઘર્ષ કરવો પડી તેમ હતો. અગાઉ, સ્પિન-ફ્રેન્ડલી પિચ પર આક્રમક અભિગમ અપનાવવાની વ્યૂહરચના ભારતને મોંઘી પડી હતી અને ટીમના ત્રણ બેટ્સમેન રોહિત શર્મા (12), રવિન્દ્ર જાડેજા (04) અને શ્રેયસ અય્યર (00) આક્રમક અભિગમ અપનાવવાનો પ્રયાસ કરતા આઉટ થયા હતા.

Back to top button