ઉત્તરાયણ સાથે જ કમુરતા પૂરા, 2025માં લગ્ન માટેના શુભ મુહૂર્ત જાણો
HD ન્યૂઝ ડેસ્ક : આજે મંગળવાર એટલે ઉતરાયણનો તહેવાર, ખૂબ જ ધામધૂમથી આ પર્વ ઉજવાશે અને તેની સાથે જ ધનુર્માસની પણ સમાપ્તિ થશે. ધનુર્માસની સમાપ્તિની સાથે જ કમુરતા પૂરા થતાં લગ્ન સહિતના માંગલિક કાર્યોનો પ્રારંભ થશે. હવે વર્ષ 2025માં લગ્ન માટેના 72 શુભ મુહૂર્ત છે. શાસ્ત્રવિદોના મતે આ વર્ષે મે મહિનામાં સૌથી વધારે 15 જેટલા સારા મુહૂર્ત છે. જયારે ફેબ્રુઆરી તથા નવેમ્બરમાં 14-14 મુહૂર્ત છે.
લગ્ન માટે મુહૂર્ત જોવાનું મહત્ત્વ
આ વખતે 14 માર્ચથી 14 એપ્રિલ દરમિયાન કમુરતા છે. જ્યોતિષીઓએ જણાવ્યું કે ‘હિન્દુ ધર્મમાં લગ્ન માટે મુહૂર્ત જોવાનું ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. જો લગ્ન ખોટા સમયે થાય છે તો પતિ-પત્નીએ જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. યોગ્ય સમયે લગ્ન કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
વર્ષ 2025 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત :
- જાન્યુઆરી : 16, 19, 21, 22, 24, 26, 30
- ફેબ્રુઆરી : 3, 4, 6, 7, 12, 13, 14, 16, 17, 20, 21, 22, 23, 25
- માર્ચ : 1, 2, 6, 7, 12
- એપ્રિલ : 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30
- મે : 1, 5, 6, 8, 10, 14, 15, 16, 17, 18, 22, 23, 24, 27, 28
- જૂન : 2, 4, 5, 7, 8
- નવેમ્બર : 2, 3, 6, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 30
- ડિસેમ્બર : 4, 5, 6
આ પણ વાંચો : ભારતીય હવામાન વિભાગની સ્થાપનાના 150 વર્ષ પૂર્ણ, PM મોદી કરાવશે મિશન મૌસમનો પ્રારંભ