ક્રિકેટમાં સૌથી મોટું અપસેટ, ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે ઝિમ્બાબ્વે સામે હાર્યું !!!


ક્રિકેટમાં સૌથી મોટું અપસેટ આજે થયું છે. વર્ષો સુધી વર્લ્ડ ચેમ્પિયન પોતાના પ્રદર્શનથી ક્રિકેટની દુનિયામાં નામ કરનાર ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ આજે ઝિમ્બાબ્વેએ સામે તેના ઘરઆંગણે હારનો સામનો કરવો પડ્યો છે. ઝિમ્બાબ્વેએ સીરીઝની ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ પહેલી વખત ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને છેલ્લા દાયકાઓ બાદ હરાવ્યું છે.
આજની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 141 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેએ 39 ઓવરમાં 7 વિકેટના નુકસાને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. જોકે ઓસ્ટ્રેલિયાએ વનડે સીરીઝ 2-1થી જીતી લીધી હતી. ઝિમ્બાબ્વે માટે 5 વિકેટ લેનાર રેયાન બર્લેએ બેટ વડે 10 રનનું યોગદાન આપ્યું હતું અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વિરાટ કોહલી વિશે પાકિસ્તાનનું વિવાદાસ્પદ નિવેદન, ‘તે ક્યારેય સૂર્યકુમાર યાદવ કે રોહિત શર્મા નહીં બની શકે’
ડેવિડ વોર્નર 96 બોલમાં 94 રન બનાવ્યા હતા જ્યારે ગ્લેન મેક્સવેલે 19 રન બનાવ્યા હતા. આ સિવાય ઓસ્ટ્રેલિયાનો કોઈ બેટ્સમેન ડબલ આંકડાને સુધી પહોંચી શક્યો નહોતો. એરોન ફિન્ચ 5 અને સ્ટીવ સ્મિથ માત્ર એક રન બનાવી શક્યા હતા. વિકેટો પડવાને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ રિકવર કરી શકી નહોતી અને 31 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે માટે રેયાન પર્લએ 3 ઓવરમાં 10 રન આપીને 5 મહત્વની વિકેટ લીધી હતી.
જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમે 142 રનના ટાર્ગેટના સામે પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ટીમે પોતાની 7 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ અંતે માત્ર 39 ઓવરમાં જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો. જે સાથે જ પહેલી વખત ઝિમ્બાબ્વે ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરમાં જીત્યું છે.