AUS vs NZ: ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને આપ્યો 389 રનનો ટાર્ગેટ
- વર્લ્ડ કપ 2023ની 27મી મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ધર્મશાલામાં રમાઈ રહી છે
WORLD CUP 2023: ICC ક્રિકેટ વર્લ્ડ કપની આજે (28 ઓક્ટોબર) 27મી મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ન્યુઝીલેન્ડની ટીમને 389 રનનો ટાર્ગેટ આપ્યો છે. કાંગારુઓ પૂરી 50 ઓવર રમી શક્યા નહોતા અને તેમની આખી ટીમ 49.2 ઓવરમાં 388 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયા વતી ટ્રેવિસ હેડએ જોરદાર બેટિંગ કરી છે. તેણે 67 બોલમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગા ફટાકારીને 109 રન બનાવ્યા હતા, ત્યાર પછી ડેવિડ વોર્નરે પણ 65 બોલમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને 81 રન બનાવ્યા હતા. જોકે કાંગારુઓની આખી ટીમ 49.2 ઓવરમાં 388 રન બનાવી શકી હતી.
ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સ અને ટ્રેન્ટ બોલ્ટ 10-10 ઓવર નાખીને 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે મિશેલ સેન્ટનર 10 ઓવરમાં 2 વિકેટ, તો જેમ્સ નીશમે 2 ઓવરમાં એક વિકિટ ઝડપી હતી. આમ ઓસ્ટ્રેલિયા ટીમને 49.2માં ઓલ આઉટ કરી હતી.
આ પણ વાંચો: કઈ ચાર ટીમો સેમિફાઇનલમાં આવશે ?
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ મેચના ખેલાડીઓ
ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (વિકેટમાં), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.
ન્યુઝીલેન્ડ: ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ.
ધરમશાલા સ્ટેડિયમના આંકડાઃ
આ મેદાન પર અત્યાર સુધીમાં 8 ODI મેચ રમાઈ છે. જેમાંથી માત્ર બે વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમ 300નો આંકડો પાર કરી શકી છે. જ્યારે ત્રણ વાર એવું બન્યું કે પ્રથમ બેટિંગ કરનારી ટીમો 200 રનના આંકડા સુધી પણ પહોંચી ન હતી. આ પિચ પર સૌથી વધુ વિકેટ લેનારા તમામ ટોપ-5 બોલરો ફાસ્ટ બોલર છે.
આ પણ વાંચો: BAN vs NED: નેધરલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય