ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

AUS vs NED: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

WORLD CUP 2023: વર્લ્ડ કપ 2023 ની 24મી મેચ આજે બુધવારે (25 ઓક્ટોબર) ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ મેચના ખેલાડીઓ:

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (W), ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, પેટ કમિન્સ (C), મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા

નેધરલેન્ડની પ્લેઇંગ ઇલેવન: વિક્રમજીત સિંઘ, મેક્સ ઓડાઉડ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (C/W), સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, લોગાન વાન બીક, રોલોફ વાન ડેર મેર્વે, આર્યન દત્ત, પોલ વાન મીકરેન

કઈ ટીમ કેટલી મેચ જીતી ?

ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં ચાર મેચમાં બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તેનો નેટ રન રેટ -0.193 છે. ટૂર્નામેન્ટની વર્તમાન સ્થિતિને જોતા એવું લાગે છે કે આ વખતે નેટ રન રેટ સેમિફાઇનલમાં પહોંચવામાં મોટી ભૂમિકા ભજવશે. નેધરલેન્ડની ટીમની વાત કરીએ તો તે હાલ ચાર મેચમાં માત્ર એક જ મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલ પર તે હાલ સાતમાં સ્થાને છે.

ફોટો-cricbuzz

આ પણ વાંચો: વર્લ્ડકપ 2023 : આફ્રિકા સામે બાંગ્લાદેશનો 149 રનથી પરાજય

Back to top button