નેશનલ

ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ નામ બદલવાનો મામલો, એકનું નામ બદલવા મંજૂરી, બીજા અંગે કોઈ નિર્ણય નહીં

Text To Speech

કેન્દ્ર સરકારે ગઈ કાલે બોમ્બે હાઈકોર્ટને માહિતી આપી છે કે તેમણે ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ રાખવાની મંજૂરી આપી દીધી છે. જ્યારે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવાની મંજૂરી હજુ પ્રક્રિયામાં છે.

ઔરંગાબાદનું નામ સંભાજીનગર રાખવાની મંજૂરી

મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા ઔરંગાબાદનું નામ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે કેન્દ્રને રાજ્ય સરકાર તરફથી આ બે શહેરોના નામ બદલવાનો પ્રસ્તાવ મળ્યો છે અને ગઈ કાલે કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું કે તેણે ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ધારાશિવ કરવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવાની મંજૂરી હજુ પ્રક્રિયામાં છે.

બોમ્બે હાઈકોર્ટ-HUMDEKHENGENEWS

કેન્દ્ર સરકારને નામ બદલવાનાો પ્રસ્તાવ મોકલ્યો હતો

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર કેબિનેટે ગયા વર્ષે ઔરંગાબાદનું નામ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવાનો નિર્ણય લીધો હતો. આ નામો બદલવા માટે કેબિનેટ દ્વારા 16 જુલાઈ 2022 ના રોજ એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો અને તેને કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો. આ અંગે કાર્યવાહક ચીફ જસ્ટિસ એસ.વી ગંગાપુરવાલા અને જસ્ટિસ સંદીપ માર્નેની ડિવિઝન બેન્ચે ગયા મહિને કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે શું તેને મહારાષ્ટ્ર સરકાર તરફથી ઉપરોક્ત બે શહેરોના નામ બદલવાનો કોઈ પ્રસ્તાવ મળ્યો છે અને જો તેમ છે, તો શું આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો છે ?

ઔરંગાબાદનું નામ બદલવા અંગે કોઈ નિર્ણય નહી

આ અંગે બુધવારે એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે બેન્ચને જણાવ્યું હતું કે કેન્દ્રને રાજ્ય સરકાર તરફથી પ્રસ્તાવ મળ્યો છે. અને જ્યાં સુધી ઉસ્માનાબાદનું નામ બદલવાની વાત છે, કેન્દ્રએ 2 ફેબ્રુઆરીએ જ રાજ્ય સરકારને જાણ કરી હતી કે તેને કોઈ વાંધો નથી. પરંતુ ઔરંગાબાદનું નામ બદલવાના પ્રસ્તાવ પર કેન્દ્રએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. અને આ નામ બદલવા અંગેની પ્રક્રિયા ચાલું છે. કેન્દ્રના નિવેદનને સ્વીકારીને કોર્ટે કેસની સુનાવણી 27 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે.

આ પણ વાંચો : અમદાવાદના નારણપુરામાં ડિમોલેશનની કામગીરી છેલ્લી ઘડીએ મોકૂફ, રહીશોને મળી રાહત

Back to top button