ટોપ ન્યૂઝનેશનલ

લોકસભાની કાર્યવાહીનો ઓડિયો મ્યૂટ, કોંગ્રેસે કહ્યું ‘આ લોકશાહી છે?’

Text To Speech

કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આજે જ્યારે રાહુલ ગાંધીને લોકસભામાં બોલવાની તક આપવાની માંગ કરવામાં આવી ત્યારે આખું ગૃહ મૌન થઈ ગયું હતું. કોંગ્રેસનું કહેવું છે કે શુક્રવારે લોકસભામાં બનેલી આ ઘટનાએ સરકાર દ્વારા લોકસભામાં માઈક બંધ ન હોવાના દાવાઓને સાબિત કરી દીધા છે. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અદાણીને બચાવવા માટે મોદી સરકાર જાણી જોઈને સંસદની કાર્યવાહી ચાલવા દેતી નથી.

આ મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ પાર્ટીએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે. આવી જ એક ટ્વીટમાં કોંગ્રેસે લખ્યું છે કે, “રાહુલ જી કો બોલને દો… બોલને દો… બોલને દોના નારા લાગ્યા. પછી ઓમ બિરલા હસ્યા અને ગૃહ મૌન થઈ ગયું. શું આ લોકશાહી છે? અન્ય એક ટ્વિટમાં, કોંગ્રેસે તેને અદાણી વિવાદ સાથે જોડ્યું અને લખ્યું, “પહેલાં માઈક બંધ હતું, આજે ગૃહની કાર્યવાહી મ્યૂટ કરવામાં આવી હતી. પીએમ મોદીના મિત્ર માટે ગૃહ મૌન છે.

કોંગ્રેસે આ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ પર પણ નિશાન સાધ્યું છે. કોંગ્રેસે એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક તરફ જગદીપ ધનખડનો વીડિયો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સંસદમાં કોઈનું માઈક બંધ નથી થતું. બીજી તરફ, લોકસભાનો તે વિડિયો છે, જેમાં કોંગ્રેસના કહેવા પ્રમાણે, સમગ્ર ગૃહને મ્યૂટ કરી દેવામાં આવ્યું છે. આ વીડિયોને શેર કરતા કોંગ્રેસે લખ્યું છે કે, “દાવો : લોકસભામાં માઇક ઓફ નથી થતું. માઈક છોડો… સંસદ જ મ્યૂટ થઈ ગઈ છે.”

Back to top button