અમદાવાદઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

ગુજરાતના સંગ્રહાલયોની ઓડિયો ગાઈડ એપ્લીકેશન “મ્યુઝિયમ ઑફ ગુજરાત” લૉન્ચ

Text To Speech
  • હવે ગુજરાતના સંગ્રહાલયોને જાણવા અને માણવા થયા વધુ સરળ: પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા
  • ગાંધીનગર ખાતેથી “મ્યુઝિયમ્સ ઓફ ગુજરાત” ન્યૂઝ લેટરનાં પ્રથમ વિષેશાંકનું પણ થયું લોકાર્પણ

ગાંધીનગર, 15 ડિસેમ્બરઃ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેથી પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની પુરાતત્વ અને સંગ્રહાલય કચેરીની “મ્યુઝિયમ ઑફ ગુજરાત” મોબાઇલ એપ્લીકેશન લૉન્ચ કરવામાં આવી હતી. સાથે જ મંત્રી મુળુભાઈ દ્વારા “મ્યુઝિયમ્સ ઑફ ગુજરાત” ન્યૂઝ લેટરનાં પ્રથમ વિષેશાંકનું પણ લોકાર્પણ કર્યું હતું. આ ન્યૂઝ લેટર પુરાતત્વ અને સંગ્રહાલય કચેરી દ્વારા કરવામાં આવેલી રચનાત્મક કામગીરીની માહિતી રૂપે દર ત્રણ માસે પ્રકાશિત કરવામાં આવશે.

સંગ્રહાલય - HDNews
સંગ્રહાલય – Photo_information dept

આ નવીન મોબાઈલ એપ્લીકેશન વિશે માહિતી આપતા મંત્રીએ કહ્યું હતું કે, “મ્યુઝિયમ ઑફ ગુજરાત એપ્લિકેશન” એ મોબાઈલ ઓડિયો ગાઇડ પ્રકારની બનાવવામાં આવી છે. આ એપ્લીકેશનની મદદથી મ્યુઝીયમની મુલાકાતે આવતા નાગરિકો ત્યાં પ્રદર્શન ગેલરીમાં પ્રદર્શિત કરેલા એકમો સહિત સંપૂર્ણ સંગ્રહાલયની તમામ માહિતી સાંભળી શકશે. આ એપ્લીકેશનમાં ઓડિયો ગાઈડ માત્ર ગુજરાતી જ નહિ, પરંતુ અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે.

હાલમાં આ એપ્લિકેશનમાં બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલરીની ઓડીયો ગાઇડ ઉપલ્બધ છે, અને ભવિષ્યમાં ગુજરાત સરકાર હસ્તકના તમામ સંગ્રહાલયનો આમાં સમાવેશ કરવામાં આવશે. નાગરિકો આ એપ્લીકેશન ગુગલ પ્લેસ્ટોર અને આઇ.ઓ.એસ એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

બપોર સુધીના સમાચાર જૂઓ ફટાફટ HD Newsના ટૉપ-10 માં

Back to top button