કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઇડસના 28 પ્લોટની હરાજી : રૂ.81.10 લાખની આવક

Text To Speech
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં આગામી તા. 17 ઓગષ્ટથી યોજાનારા ભવ્ય ભાતીગળ લોકમેળા માટે રમકડા, ખાણીપીણી વિગેરેના સ્ટોલની હરાજીની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે પરંતુ લોકમેળામાં સૌથી વધારે જેનું આકર્ષણ છે તેવા વિવિધ રાઇડસના પ્લોટ માટેની હરાજી ટિકિટના ભાવે અટકી છે. જિલ્લા કલેકટર તંત્ર તરફથી મળેલી માહિતી અનુસાર લોકમેળો માણવા આવતી ગરીબ અને મધ્યમવર્ગની પ્રજાને ભારણ ન આવે તે દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે. દરમિયાન આજે જૂની કલેકટર કચેરીમાં રાઇડસના 44 પ્લોટ માટેની હરાજી રાખવામાં આવી હતી. જે પૈકી 28 પ્લોટની હરરાજી થઈ જતા તંત્રને રૂ.81.10 લાખની આવક થઈ હતી.
રૂ. ૪૬.૭૫ લાખના ૧૬ યાંત્રિક પ્લોટની હરાજી પેન્ડિંગ
આજરોજ જિલ્લા વહીવટી તંત્ર મેળા સમિતિ દ્વારા લોકમેળામાં યાંત્રિક પ્લોટની હરાજી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૨૮ પ્લોટની હરાજી સાથે વહીવટી તંત્રને રૂપિયા ૮૧ લાખ ૧૦ હજારની આવક ઉપજી હતી. ઉલ્લેખનીય છે કે, E, F, G, અને H કેટેગરી સહિત કુલ ૪૪ યાંત્રિક પ્લોટની હરાજી કરવામાં આવી હતી. જેમાં F કેટેગરીમાં ૪, G કેટેગરીમાં ૨૫ માંથી ૧૬ અને  H કેટેગરીમાં ૯ માંથી ૮ યાંત્રિક પ્લોટની હરાજી થઈ હતી. આમ કુલ ૨૮ યાંત્રિક પ્લોટની હરાજી થતાં વહીવટી તંત્રને રૂપિયા ૮૧.૧૦ લાખની આવક ઉપજી હતી. સાથે રૂપિયા ૪૬.૭૫ લાખની અપસેટ કિંમતના ૧૬ યાંત્રિક પ્લોટની હરાજી હજુ પેન્ડિંગ છે તેમ પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીની યાદીમાં જણાવાયું છે.
ધંધાર્થીઓ દ્વારા રાઇડસમાં વ્યક્તિદીઠ રૂ. 30ના 50 મંગાતા તંત્રએ તેનો સ્વિકાર ન કર્યો
અત્રે એ ઉલ્લેખનિય છે કે, સવારે 11 કલાકે તમામ યાંત્રિક રાઇડસના ધંધાર્થીઓ કે જેઓએ ફોર્મ ભર્યા હતા અને જુદી-જુદી કેટેગરી માટે પ્લોટ પસંદ કર્યા હતા તે તમામ ઓર્ગેનાઇઝર કોન્ટ્રાક્ટરોના હરાજીમાં ભાગ લેવા બોલાવ્યા હતા પરંતુ બપોર સુધીમાં 25% કોન્ટ્રાક્ટરો માંડ ભેગા થયા હતા. લોકમેળાની આડે 12 દિવસ બાકી છે ત્યારે પરપ્રાંતમાંથી યાંત્રિક રાઇડસ મંગાવી ફિટિંગ કરવામાં ખાસ્સો સમય વિતી જાય તેમ છે આવા સંજોગોમાં એકાદ-બે દિવસમાં યાંત્રિક રાઇડસના પ્લોટની હરાજી ન થાય તો ધંધાર્થીઓને મુશ્કેલી પડે. ધંધાર્થીઓ દ્વારા રાઇડસમાં વ્યક્તિદીઠ રૂ. 30ના 50 મંગાતા તંત્રએ તેનો સ્વિકાર ન કરાતા મડાગાંઠ સર્જાઇ હતી અને આજ સુધી તેનો ઉકેલ કે નિરાકરણ આવ્યું નથી.
Back to top button