ગુજરાત
રાજકોટમાં વેપારીનો આપઘાતનો પ્રયાસ, CP કચેરી ખાતે ફીનાઈલ પીધું હતું
રાજકોટમાં એક વેપારીએ પોલીસ કમિશ્નર કચેરી ખાતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણે સીપી કચેરીના ગેઈટ પાસે પહોંચી ફીનાઈલ ગટગટાવી લેતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
વેચેલા માલના રૂપિયાની ઉઘરાણીથી કંટાળી પગલું ભર્યું
મળતી માહિતી મુજબ, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ઇન્દિરા સર્કલ પાસે રવિરત્ન પાર્કમાં રહેતાં પિયુષભાઇ જયવંતભાઇ મહેતા (ઉ.વ.35)એ ગઇકાલે સાંજે 6 વાગ્યા આસપાસ પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ પીધું હતું. આથી સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. પિયુષભાઈ સ્ટીલ, ફર્નિચર, પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુઓનો વેપાર કરે છે પિયુષભાઈ જણાવ્યું હતું કે, પિતા-પુત્રએ મારી પાસેથી 3.45 કરોડનો માલસામાન લીધો હતો. જેમાંથી 3.15 કરોડ જ ચૂકવ્યા હતા. બાકીના રૂપિયાની ઉઘરાણી કરી પરંતુ તેઓ આપતા જ ન હોવાથી કંટાળીને મેં પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ પી લીધું હતું.
પિતા-પુત્રએ પોલીસમાં મારા વિરૂદ્ધ અરજી કરી, પોલીસ સાંભળતી જ ન હતી
વેપારી પિયુષભાઈ મહેતાએ 14 મહિના પહેલા માધાપર ચોકડીએ રહેતાં મિતેશભાઇ શિંગાળા અને તેના પિતા સવજીભાઇ શિંગાળાને 3.45 કરોડનો માલસામાન આપ્યો હતો. જેમાંથી તેણે 3.15 કરોડ ચૂકવ્યા હતાં અને GSTની રકમ ચૂકવી નહોતી. આ ઉપરાંત અન્ય રકમ પણ મારે તેમની પાસેથી લેવાની હતી. વારંવાર ઉઘરાણી કરવા છતાં તેઓ પૈસા આપતાં ન હોઇ અને આ મામલે તેણે મારા વિરુદ્ધ અરજી કરી દીધી હોઇ પોલીસ મને બોલાવીને બેસાડી રાખતી હતી તેમજ હવે આ પિતા-પુત્ર એવું કહે છે કે અમે તમારી પાસેથી કોઇ માલ જ લીધો નથી