અમદાવાદના મણિનગરમાં રિવોલ્વર બતાવી લૂંટનો પ્રયાસ, આરોપી આર્મીમાં હોવાનો ખુલાસો
અમદાવાદના મણિનગર જેવા ભરચક વિસ્તારમાં પોલીસને પડકાર આપવા જેવી ઘટના બની. મણિનગર પોલીસ સ્ટેશનની માત્ર 500 મીટર દૂર આવેલા ચાર રસ્તા ઉપર સાંજના સમયે એક વ્યક્તિએ રિવોલ્વર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો. મણિનગર પોલીસ સ્ટેશન નજીક આવેલી વૃંદાવન જવેલર્સમાંથી રિવોલ્વર સાથે એક વ્યક્તિને પસાર થતા જોયા બાદ ટોળાએ પોલીસને જાણ કરી હતી.
આરોપી આર્મીમાં હોવાનો ખુલાસો
પોલીસે આરોપી લોકેન્દ્રસિંહ શેખાવતની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપી આર્મીમાં કાર્યરત હોવાનો સ્વીકાર કર્યો. આરોપીએ પોતાના ઉપર દેવું વધી જતાં લૂંટનો પ્રયાસ કર્યો હતો.મૂળ રાજસ્થાનના જયપુરના અને હાલ જમ્મુ કશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા લોકેન્દ્ર શેખાવત સોમવારે જયપુરથી અમદાવાદ પહોચ્યો હતો અને મોડી સાંજે મણિનગર વિસ્તારમાં ફરતા ફરતા વૃંદાવન જવેલર્સ નજીક લૂંટના ઇરાદે પહોચ્યો હતો.જવેલર્સના માલિકે પ્રતિકાર કરતા આરોપી નાસી છૂટી જનતાને ધમકાવવા રિવોલ્વર લઈને નીકળ્યો હોવાથી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
જમ્મુ કાશ્મીર રામબાગ ખાતે પોસ્ટિંગ હોવાનું પણ જણાવ્યું જેનુ વેરિફિકેશન થશે. આરોપી જયપુરનો રહેવાસી અને સવારે જ જયપુરથી અમદાવાદ આવ્યો હતો. ખોખરા વિસ્તારમાં હેપ્પી સ્ટે હોટલમાં રોકાયો હતો. દિવસ દરમિયાન ફર્યા બાદ આ દુકાનને ચોરી કરવા માટે તેણે ટાર્ગેટ બનાવી હતી. આ તમામ બાબતોનું જમ્મુ કશ્મીર અને જયપુરથી તમામ વેરીફિકેશન કરાવવામાં આવશે