ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશમાં ફરીવાર ઘૂસણખોરીનો પ્રયાસ: સરહદે ઝડપાયા પાકિસ્તાની-અફઘાન નાગરિક

Text To Speech

તરનતારન, 6 ફેબ્રુઆરી: પંજાબના તરનતારન અને ગુરદાસપુરથી બે વિદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં એક નાગરિક પાકિસ્તાની અને બીજો અફઘાની હોવાનું બહાર આવ્યું છે. આ માહિતી બી.એસ.એફના પીઆરઓ, પંજાબ ફ્રંટિયર દ્વારા આપવામાં આવી છે.

પંજાબનાથી મોટા સમાચાર બહાર આવ્યા છે. જેમાં આ બંને સ્થળેથી ઈન્ટરનેશનલ બોર્ડર પાસેથી કુલ બે વિદેશી નાગરિકો પકડાઈ ગયા છે. તરનતારનથી એક પાકિસ્તાની નાગરિકને બી.એસ.એફ જવાનોએ ઝડપી પાડ્યો છે. જવાનોએ આ નાગરિકને તરનતારનના એક ગામમાંથી પકડી પાડ્યો છે.

પકડાયેલો કિશોર 16 વર્ષનો

ઈન્ટરનેશનલ બોર્ડર પાસેથી પકડાયેલા કિશોરની ઉંમર 16 વર્ષ છે. જે પોતે પાકિસ્તાનના કસૂરનો રહેવાસી હોવાનું જણાવી રહ્યો છે. બી.એસ.એફના પીઆરઓ, પંજાબ ફ્રંટિયરના જણાવ્યું અનુસાર આ કિશોર પાસે એક મોબાઈલ ફોન અને 100 રૂપિયાની પાકિસ્તાની કરન્સીની નોટ પણ મળી આવી છે.

ગુરદાસપુરમાં પણ અફઘાન નાગરિક ઝડપાયો

પંજાબના ગુરદાસપુરમાંથી પણ 5 ફેબ્રુઆરીએ બી.એસ.એફ જવાનોએ ગુરદાસપુર જિલ્લાના એક ગામમાંથી એક અફઘાન નાગરિકને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા ભારતની હદમાંથી ઝડપી લીધો હતો. જેની પાસેથી કોઈપણ આપત્તિજનક વસ્તુ મળી આવી ન હતી. આ નાગરિકને બી.એસ.એફ દ્વારા પકડી વધુ તપાસ માટે પોલીસને સોંપ્યો હોવાની માહિતી પણ બી.એસ.એફના પીઆરઓ, પંજાબ ફ્રંટિયર દ્વારા મળી રહી છે.

આ પણ જુઓ: હાફિઝ સઈદની પાર્ટીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું, ‘જ્યાં સુધી કાશ્મીરને….

Back to top button