અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારવાનો પ્રયાસ ! કરાચીની હોસ્પિટલમાં દાખલ
- મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને મોટો દાવો કરવામાં આવ્યો
- હજુ સુધી આ માહિતીની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી
નવી દિલ્હી, 18 ડિસેમ્બર : ભારતના મોસ્ટ વોન્ટેડ દુશ્મન દાઉદ ઈબ્રાહિમને લઈને એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચાર છે. પાકિસ્તાની મીડિયાએ આ મોટો દાવો કર્યો છે. જે મુજબ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની કરાચીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ માહિતીની કોઈએ પુષ્ટિ કરી નથી તેમજ કોણે ઝેર પીવડાવવાનો પ્રયાસ કર્યો તેની પણ કોઈ માહિતી નથી.
BIG BREAKING NEWS – As per unconfirmed reports, India’s most wanted Dawood Ibrahim has been poisoned by UNKNOWN MEN and is now hospitalised in Karachi with a serious condition.
Pakistani media also running this news 🔥🔥
Internet Services shutdown across Pakistan due to UNKNOWN… pic.twitter.com/AuDup7ytwx
— Times Algebra (@TimesAlgebraIND) December 17, 2023
અજાણ્યા વ્યક્તિએ ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો
સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, દાઉદ ઈબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમને ઝેર આપ્યું છે. આ કારણે તે હોસ્પિટલમાં દાખલ છે. પાકિસ્તાનના સ્થાનિક મીડિયાએ પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ ચર્ચાઓને ટાંકીને કહ્યું કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે અફવાઓ ફેલાઈ રહી છે, જેને ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ બાદ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અપ્રમાણિત અહેવાલોમાં, કારણ ઝેર હોવાનું કહેવાય રહ્યું છે.
2003માં વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો
મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહીમ ભારતમાંથી ભાગેડુ છે. દાઉદ ઈબ્રાહિમ 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ હતો. વિસ્ફોટોને અંજામ આપ્યા બાદ તે ભારત છોડીને દુબઈ ભાગી ગયો હતો. આ પછી તેણે પાકિસ્તાનમાં પોતાનો અડ્ડો બનાવ્યો. તે તેના પરિવાર સાથે ત્યાં રહે છે. તેની સામે ભારતમાં આતંકવાદી હુમલો, હત્યા, અપહરણ, કોન્ટ્રાક્ટ કિલિંગ, સંગઠિત અપરાધ, ડ્રગ્સ, શસ્ત્રોની દાણચોરી જેવા ઘણા કેસ નોંધાયેલા છે. વર્ષ 2003માં તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. 2011માં, તેને FBI અને ફોર્બ્સની યાદીમાં વિશ્વના ત્રીજા મોસ્ટ વોન્ટેડ ભાગેડુ ગુનેગાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
દાઉદ ઈબ્રાહીમ કેવી રીતે બન્યો ડી-ગેંગનો ચીફ?
ઉલ્લેખનીય છે કે, દાઉદ ઈબ્રાહિમ કાસકરનો જન્મ ડિસેમ્બર 1955માં મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં થયો હતો. તેના પિતા ઈબ્રાહીમ કાસકર પોલીસ કોન્સ્ટેબલ હતા. બાદમાં દાઉદ ઈબ્રાહિમનો પરિવાર મુંબઈના ડોંગરી વિસ્તારમાં સ્થાયી થયો હતો. 70ના દાયકામાં મુંબઈના અંડરવર્લ્ડમાં દાઉદનું નામ ઝડપથી ઉછળવા લાગ્યું. અગાઉ તે હાજી મસ્તાન ગેંગમાં કામ કરતો હતો. ત્યાં રહીને તેનો પ્રભાવ વધવા લાગ્યો. લોકો તેની ગેંગને ડી-કંપની કહેવા લાગ્યા અને તેને તેનો લીડર માનવામાં લાગ્યા હતા.
આ પણ જુઓ :નાગપુરમાં વિસ્ફોટક બનાવતી કંપનીમાં ધડાકો, નવનાં મૃત્યુ