15 ઓગસ્ટટોપ ન્યૂઝનેશનલ

આઝાદીની ઉજવણી સરહદ પર : પાકિસ્તાનને પણ શુભેચ્છા

Text To Speech

આપણો દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે 14 ઓગસ્ટને પાકિસ્તાન પોતાના આઝાદી દિવસ તરીકે ઉજવે છે.આ પ્રસંગે આજે પાકિસ્તાનના સૈનિકોએ વાઘા બોર્ડર પર ભારતીય સેનાના અધિકારીઓને મીઠાઈ ભેટ આપી હતી. ભારતે પાકિસ્તાન સાથે ગમે તેટલાં વિવાદો થયા હોય છતાં પણ ક્યારેય આદરપૂર્વક વર્તન છોડ્યું નથી.

14 ઓગસ્ટની સવારે વાઘા બોર્ડર પર પોતાની સરહદમાં પાકિસ્તાની અધિકારીઓએ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજયો હતો અને પરેડનુ પણ નિરિક્ષણ કર્યુ હતુ. પાકિસ્તાની અર્ધલશ્કરી દળ રેન્જર્સ અને ભારતના અર્ધ લશ્કરી દળ બોર્ડર સિક્યુરિટી ફોર્સના સૈનિકો અને જવાનો વચ્ચે એક બીજાને મીઠાઈની આપલે થઈ હતી.

પાક અધિકારીઓએ ભારતીય અધિકારીઓેને લાહોર અને કરાચીમાં બનેલી મિઠાઈ ભેટ આપી હતી.બંને દેશો વચ્ચે આ પરંપરા વર્ષોથી ચાલતી રહી છે.આઝાદીના દિવસે બંને દેશો વચ્ચે મિઠાઈની આપેલ થતી હોય છે.

આ પણ વાંચો : દેશભરમાં આજથી શરૂ થઈ હર ઘર ત્રિરંગા ઝુંબેશ, જાણો શું છે તેનું મહત્વ ? ક્યાં સુધી ચાલશે

Back to top button