ટોપ ન્યૂઝનેશનલ

રાહુલે અદાણી પર હુમલો કરતાં કહ્યું કે “એવુ તો કયો જાદુ થઈ ગયો કે 9 વર્ષમાં બીજા નંબર પર..”

Text To Speech

સંસદના બજેટસત્રના છટ્ઠા દિવસે લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ ત્યાર બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની ભારતજોડો યાત્રાની વાત કરીને મોંઘવારી, બેરોજગારી, અગ્નિવીર યોજના, ગરીબી અને અદાણીના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર આકાર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેનાના અધિકારીઓ અને પૂર્વ સૈનિકોએ કહ્યું હતું કે અગ્નિવિર યોજના સેનાની યોજના નથી તેને સેના પર બળજબરીપૂર્વક થોપવામાં આવી છે. આ યોજના ને અજીત ડોભાલે થોપી છે અને આરએસએસનો આઇડિયા હોવાની વાત રાહુલ ગાંધીએ કરી હતી.

આ પણ વાંચો : લોકસભામાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની ફરી એકવાર તબિયત લથડી

વધુમાં રાહુલે કહ્યું હતું કે પીએમ મોદી પોતાની વિદેશ યાત્રામાં અદાણીને ફાયદો પહોંચાડવાનું કામ કરે છે. ભારતજોડો યાત્રા દરમિયાન દરેક રાજ્યમાં ફક્ત એક જ નામ સાંભળવા મળતું હતું, ‘અદાણી, અદાણી, અદાણી’. યુવાનો પણ પૂછી રહ્યા હતા કે અદાણીની જેમ અમારે પણ સ્ટાર્ટઅપ કરવું છે. અદાણી જે પણ બિઝનેસ કરે છે તે સફળ થઈ જાય છે. વધુમાં રાહુલે અદાણી પર હુમલો કરતાં કહ્યું હતું કે અદાણી પહેલા દુનિયામાં 609 માં નંબર પર હતા, એવુ તો કયો જાદુ થઈ ગયો કે 9 વર્ષમાં બીજા નંબર પર પહોંચી ગયા. આ દરમિયાન કોંગ્રેસ સાંસદોએ “મોદી હૈ તો મુમકિન હૈ” ના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો : Exclusive : જાણો કેવી રીતે ચાલે છે ગુજરાતમાં નકલી ડિગ્રીનું કૌભાંડ!

રાહુલ - Humdekhengenews

રાહુલે આજે સંસદમાં અદાણી પર આક્રમક પ્રહાર કરતાં કહ્યું હતું કે આજે દેશમાં કોઈ પણ જગ્યાએ જઈને પૂછો કે આ રોડ કોને બનાવ્યો તો એમાં પણ એક જ નામ અદાણીનું આવે છે. આજે ભારત દેશ જાણવા માંગે છે કે અદાણીના પીએમ નરેન્દ્ર મોદી જોડે એવા તો કેવા સંબંધો છે, તેમણે પીએમ મોદીનો અદાણી સાથેનો એક જૂનો ફોટો નીકાળ્યો જેના પછી સત્તાધરી સાંસદોએ હંગામો કર્યો હતો ત્યારબાદ સ્પીકરે રાહુલ ગાંધીને ટોકતાં કહ્યું કે સંસદમાં પોસ્ટરબાજી ન કરી મુદ્દા પર ચર્ચા કરો.

Back to top button