કાનપુર જતી વંદે ભારત ટ્રેન પર હુમલો, માંડમાંડ બચ્યા સાંસદ ચંદ્રશેખર આઝાદ
કાનપુર,3 નવેમ્બર: ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ASPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદ પણ આ ટ્રેનમાં સવાર હતા. પથ્થરમારામાં વંદે ભારત એક્સપ્રેસની બારીના કાચ પણ તૂટી ગયા છે, જેની તસવીર ચંદ્રશેખર આઝાદે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ ટ્રેન દિલ્હીથી કાનપુર તરફ જઈ રહી હતી. બુલંદશહરના કમાલપુર સ્ટેશનને પાર કર્યા પછી કોઈએ વંદે ભારત ટ્રેનની બારી પર પથ્થરમારો શરૂ કર્યો. આ પથ્થર ચંદ્રશેખર આઝાદની સામે બેઠેલા મુસાફરની બારી પર વાગ્યો, જેના કારણે કાચ તૂટી ગયો. ચંદ્રશેખર દાવો કરે છે કે પથ્થરબાજો તેમને નિશાન બનાવી રહ્યા હતા, પરંતુ તેમનો હેતુ ચૂકી ગયા, અને સામે બેઠેલા મુસાફરોની બારી સાથે અથડાયો. આ ઘટના બાદ તેઓએ રેલ્વે મુસાફરોની સુરક્ષા પર પણ સવાલો ઉભા કર્યા છે.
ચંદ્રશેખરનું ટ્વીટ વાયરલ થયું છે
आज सुबह मैं वंदे भारत ट्रेन से दिल्ली से कानपुर की यात्रा कर रहा था। सुबह लगभग 7:12 बजे ट्रेन ने जैसे ही बुलंदशहर जिले के कमालपुर स्टेशन को पार किया, तभी बाहर से किसी असामाजिक तत्व ने पत्थर फेंके, जिससे मेरे से दो सीट आगे बैठे यात्री के पास का शीशा चकनाचूर हो गया। इस घटना से मैं… pic.twitter.com/jdkrJwqEKx
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) November 3, 2024
સોશિયલ મીડિયા પર એક ટ્વિટ શેર કરતા ચંદ્રશેખર આઝાદે લખ્યું કે આજે સવારે હું વંદે ભારત ટ્રેન દ્વારા દિલ્હીથી કાનપુર જઈ રહ્યો હતો. સવારે લગભગ 7:12 વાગ્યે, જેવી જ ટ્રેન બુલંદશહર જિલ્લાના કમાલપુર સ્ટેશનને પાર કરી, ત્યારે બહારથી આવેલા કેટલાક અનિયંત્રિત તત્વોએ મારી આગળ બે બેઠકો પર બેઠેલા મુસાફરોની નજીક પથ્થર ફેંકીને કાચ તોડી નાખ્યો. હું પણ ચોંકી ગયો અને સ્તબ્ધ થઈ ગયો. જેના કારણે સરકારી સંપત્તિને નુકસાન થયું છે અને રેલવે મુસાફરોની સુરક્ષા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
રેલ્વે મંત્રીને અપીલ
રેલ્વે મંત્રીને વિનંતી કરતા આઝાદે કહ્યું કે કેન્દ્રીય રેલ્વે મંત્રી, રેલ્વે પોલીસ અને પ્રશાસને આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલા ભરવા જોઈએ. સમાજમાં જાગૃતિ ફેલાવવાની પણ જરૂર છે. તેમણે સમાજમાં આ બાબતો અંગે જાગૃતિ ફેલાવવાની પણ અપીલ કરી છે.
આ પણ વાંચો : 25 વર્ષનો પૌત્ર 75 વર્ષની નાનીને ઊંચકીને રૂમમાં લઈ ગયો, પછી આચર્યું દુષ્કર્મ