સાબરકાંઠાના ઈડર શહેરના પોલીસ સ્ટેશનમાં આવીને કેટલાંક ઈશ્મોએ ત્યાં હાજર પીઆઈ અને કોન્સ્ટેબલ પર જ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે જે પીઆઈ પર હુમલો થયો છે તેના અંગે પણ લોકોમાં ઘણો રોષ હોવાનું જાણવા મલળી રહ્યું છે. હાલમાં હુમલો કરનાર વ્યક્તિઓ સામે પોલીસે પ્રોહિબિશન કેસની ફરિયાદ નોંધી છે અને હુમલો કરનાર ફરાર છે.
માહિતી અનુસાર ઈડર શહેર પોલીસની હદમાં આવેલા ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સિસોદિયા, જે એક કુખ્યાત વ્યક્તિ હોવાની ફરિયાદ છે અને તેને ઈડર શહેર પોલીસના કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી આપવા હોવાનું જાણવા મળ્યું છે. પ્રોહિબિશન કેસના આરોપી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની સામે પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવતાં તે વ્યક્તિએ ઈડર પોલીસ સ્ટેશન પર જ હુમલો કર્યો હતો.
આ દરમિયાન 6 જુલાઈ બુધવારના રોજ PI ઓ.કે.જાડેજા અને કોન્સ્ટેબલ જયદીપસિંહ પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં. ભગીરથસિંહે પોતાની સાથે આવેલા લોકોની સાથે મળીને પીઆઈનું ગળું દબાવી છાતીના ભાગ પર માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જો કે પોલીસ સ્ટેશનમાંથી તકનો લાભ લઈને ભગીરથસિંહ ભાગી જવામાં સફળ રરહ્યો છે.
જોકે નોંધનીય બાબત એ પણ છે કે ઈડર પોલીસ સ્ટેશનના પીઆઈ ઓકે જાડેજા સામે અગાઉ પણ ઘણી પ્રકારની ફરિયાદો થઈ છે. તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પગલાં ભરવામાં આવ્યા ન હોવાનું પણ કેટલાંક સ્થાનિક લોકોનું કહેવું છે.
જ્યારે હાલમાં કઈ પરિસ્થિતિમાં આરોપી ભગીરથસિંહ અને તેના સાથીદારોએ પોલીસ પર હુમલો કર્યો તે સૌ કોઈના માટે પ્રશ્ન બની રહ્યો છે. જેમાં આરોપી અને તેના સાથીઓ પોલીસ સ્ટેશનમાં પીઆઈની ચેમ્બરની બહાર દિવાલે લગાવેલ ટર્ન આઉટના કાચને તોડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.