ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિપુરમાં CMના સુરક્ષાકર્મીઓ પર હુમલો! ઉગ્રવાદીઓ દ્વારા ગોળીબાર, એક જવાન ઘાયલ

  • સુરક્ષા દળો હિંસાગ્રસ્ત એવા જીરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો, ત્યારે ઉગ્રવાદીઓએ ગોળીબાર કર્યો 

મણિપુર, 10 જૂન: મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના આગોતરા સુરક્ષા કાફલા પર આજે સોમવારે ઉગ્રવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક સૈનિક ઘાયલ થયો છે. કાંગપોકપી જિલ્લામાં ઉગ્રવાદીઓએ મુખ્ય પ્રધાનના સુરક્ષા કાફલા પર હુમલો કર્યો હતો જ્યારે તે હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો. પોલીસે કહ્યું કે, સુરક્ષા દળોના વાહનો પર ઘણી ગોળીઓ છોડવામાં આવી હતી, જેના પગલે સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

 

પોલીસના જણાવ્યા અનુસાર, નેશનલ હાઈવે-53 નજીક કોટલાને ગામ પાસે હજુ પણ ગોળીબાર ચાલુ છે. હુમલા દરમિયાન ઓછામાં ઓછો એક સૈનિક ગોળીથી ઘાયલ થયો હતો. એક અધિકારીએ કહ્યું કે, “મુખ્યમંત્રી બિરેન સિંહ હજુ સુધી દિલ્હીથી ઈમ્ફાલ પહોંચ્યા નથી. જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા તે જીરીબામ જવાની યોજના બનાવી રહ્યા હતા. શંકાસ્પદ ઉગ્રવાદીઓએ શનિવારે જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને ઓછામાં ઓછા 70 ઘરોને આગ ચાંપી દીધી હતી.

 

મણિપુરમાં ફરી હિંસા શરૂ થઈ

ગત વર્ષે સતત હિંસાની આગમાં સળગી રહેલું મણિપુર ફરી એકવાર તેની ઝપેટમાં આવી ગયું છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, હવે જીરીબામ જિલ્લામાં હિંસા શરૂ થઈ છે, જ્યારે અત્યાર સુધી હિંસાથી બચેલું હતું. શુક્રવાર અને શનિવારની વચ્ચે, રાજ ઉગ્રવાદીઓ 3-4 બોટમાં આવ્યા હતા અને ઘણા ઘરો તેમજ પોલીસ ચોકીઓને આગ લગાવી દીધી હતી. આ પછી ફરી એકવાર પોલીસ પર હુમલો થયો છે.

રાહત શિબિરમાં 200થી વધુ લોકો

અહેવાલો મુજબ, મણિપુરના જીરીબામ જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ કારણે રાજ્યમાં ફરી હિંસા ફાટી નીકળી છે. જેને પગલે મૈતેઇ (Meitei) સમુદાયના 200થી વધુ લોકોને નવા રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. શંકાસ્પદ ઉગ્રવાદીઓએ જિરીબામ જિલ્લાની બહારના વિસ્તારના લામતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નૂનખાલ અને બેગરા ગામમાં ઘણા ઘરોને સળગાવી દીધા હતા. આ ગામોના લોકો જીરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બનાવેલા રાહત કેમ્પમાં રહેતા હતા.

આ પણ જુઓ: જમ્મુ આતંકી હુમલો: મૃતકોના પરિજનોને 10 લાખના વળતરની જાહેરાત

Back to top button