ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પુણેમાં પત્રકાર નિખિલ વાગલેની કાર પર હુમલો, વિપક્ષે ભાજપ પર સાધ્યું નિશાન

પુણે, 10 ફેબ્રુઆરી : શુક્રવારે પુણેમાં બીજેપી કાર્યકર્તાઓ દ્વારા વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલેની કાર પર હુમલો કરવાનો આરોપ છે. આ હુમલામાં તે જે કારમાં બેઠા હતા. તેનો કાચ તૂટી ગયો હતો. પુણેના ડેક્કન વિસ્તારના ખંડુજીબાબા ચોકમાં જ્યારે તેઓ નિર્ભય બાનો રેલીને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમની કાર પર શાહી પણ ફેંકવામાં આવી હતી.

થોડા દિવસો પહેલા વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે બીજેપી નેતા સુનીલ દેવધરે પુણે પોલીસ સ્ટેશનમાં વાગલે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભાજપના વરિષ્ઠ નેતા સુનીલ દેવધર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ વાગલે પર કલમ ​​153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન), 500 અને 505 (IPC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે વાગલેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અડવાણી વિશે અપમાનજનક ટિપ્પણી કરીને સમાજની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન વાગલેએ કહ્યું હતું કે તેઓ તેમના નિવેદન પર અડગ છે, જેના કારણે ભાજપના કાર્યકરો ગુસ્સે થયા હતા.

9 ફેબ્રુઆરીએ પુણેમાં રાષ્ટ્રીય સેવા દળ દ્વારા ‘નિર્ભય બાનો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં નિખિલ વાગલેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પુણેમાં, ભાજપ, શિવસેના (શિંદે જૂથ,અજિત પવાર જૂથ) રાષ્ટ્રવાદીએ શુક્રવાર બપોરથી નિખિલ વાગલે સામે જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. સાંજે જેવી નિખિલ વાગલેની કાર કાર્યક્રમ સ્થળ પર પહોંચી તેવા જ કાર્યકરો ઉગ્ર બની ગયા અને વાગલેની કાર પર હુમલો કર્યો હતો.

વિપક્ષે ભાજપ પર નિશાન સાધ્યું

નિખિલ વાગલેની કાર પર હુમલો થયા બાદ વિપક્ષે મહારાષ્ટ્રમાં ભાજપ સરકારની નિંદા કરી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ શરદચંદ્ર પવારે આ ઘટનાની નિંદા કરી અને ભાજપને પૂછ્યું કે તેમને “હુલ્લડો કરવાનું લાયસન્સ” કોણે આપ્યું છે.

X પર પોસ્ટ કરતા સુપ્રિયા સુલેએ લખ્યું, “વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલે પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો અને પથ્થરમારો પણ કર્યો.” જેના કારણે ત્યાંથી પસાર થઈ રહેલી કેટલીક યુવતીઓને પણ ઈજા થઈ હતી.આ ઘટના બની ત્યારે પોલીસ ત્યાં ઊભી રહીને જોઈ રહી હતી. શું કોઈએ પોલીસને કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો? ભાજપને આવા હુમલાનું લાયસન્સ કોણે આપ્યું? હું આ ઘટનાની સખત નિંદા કરું છું.

દેવેન્દ્ર ફડણવીસે નિખિલ વાગલે પર થયેલા હુમલા પર કહી આ વાત

નિખિલ વાગલે પર થયેલા હુમલા બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, “જે કોઈ કાયદો પોતાના હાથમાં લેશે, પછી ભલે તે ભાજપનો કાર્યકર હોય, પોલીસ તેની સામે કાર્યવાહી કરશે.” પરંતુ લોકોની લાગણી ભડકાવવાની વાત કરવી અને દેશના સર્વોચ્ચ નેતા સામે નિમ્ન કક્ષાની વાતો કરવી એ પણ ખોટું છે. પરંતુ તેઓ ગમે તેટલું ખોટું બોલે, કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું છે અને તેઓ કરશે.

આ પણ વાંચો : સંસદના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ, આ મહત્વપૂર્ણ મુદ્દા પર કરવામાં આવશે ચર્ચા

Back to top button