અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો : હોસ્પિટલમાં દાખલ


- ઇન્ડિયાનાના જીમમાં ભારતીય વિદ્યાર્થી પર છરી વડે હુમલો
- વિદ્યાર્થીની હાલત ખૂબ ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ
- “ખૂબ જ વ્યથિત”: ભારતીય વિદ્યાર્થી પર થયેલા હુમલા પર USએ દુ:ખ વ્યક્ત કર્યું
વોશિંગ્ટન DC : અમેરિકાના ઈન્ડિયાનામાં એક જીમમાં ભારતીય વિદ્યાર્થી પી. વરુણરાજ પુચા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીની હાલત નાજુક હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. અમેરિકાએ આ હુમલા પર શુક્રવારે દુ:ખ વ્યક્ત કર્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ વિદ્યાર્થીને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે. “બનાવ ખૂબ જ વ્યથિત છે. તે આ ચાલી રહેલા કેસ અંગેના કોઈપણ પ્રશ્નોના જવાબ આપવા માટે સ્થાનિક કાયદા અમલીકરણ માટે ઉપલબ્ધ છે.” સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટના વિશે US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ શું કહ્યું ?
યુનાઇટેડ સ્ટેટ્સે એક ભારતીય વિદ્યાર્થી પરના હુમલા પર ખેદ વ્યક્ત કર્યો છે, જે ઇન્ડિયાનામાં હુમલા બાદ ગંભીર હાલતમાં છે. અહેવાલ મુજબ, US સ્ટેટ ડિપાર્ટમેન્ટ(વિદેશ વિભાગ) પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ભારતીય સ્નાતક વિદ્યાર્થી વરુણ રાજ પુચા પર ઘાતકી હુમલાના અહેવાલોથી અમે ખૂબ જ વ્યથિત છીએ. અમે તેમની ઇજાઓમાંથી સંપૂર્ણ સ્વસ્થ થવાની ઇચ્છા રાખીએ છીએ. અમે આ ચાલી રહેલા કેસ વિશે કોઈપણ પ્રશ્નો માટે સ્થાનિક કાયદાના અમલીકરણને ટાળીએ છીએ.”
“Deeply disturbed”: US on Indian student stabbed in Indiana
Read @ANI Story | https://t.co/MLRaG64AHB#US #Indiana #VarunRajPucha pic.twitter.com/55NUMbLDgX
— ANI Digital (@ani_digital) November 3, 2023
વિદ્યાર્થી તેલંગાણાનો રહેવાસી
24 વર્ષીય વરુણરાજ પુચાએ એક ભારતીય વિદ્યાર્થી રહેલો છે અને તેલંગાણાનો રહેવાસી છે. જેના પર અજાણ્યા શખ્સો દ્વારા અમેરિકાના ઇન્ડિયાનાના એક જીમમાં માથામાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં વિદ્યાર્થીની હાલત ખૂબ ગંભીર હોવાથી હોસ્પિટલમાં લાઇફ સપોર્ટ પર છે.
આ પણ જુઓ :અમેરિકાના મહત્વપૂર્ણ સાથી જોર્ડને ઇઝરાયેલમાંથી પોતાના રાજદૂતને પાછા બોલાવ્યા