ગુજરાતટોપ ન્યૂઝ

લોકગાયિકા કાજલ મહેરિયા પર હુમલો, માર મારી સોનાની કંઠી લઈ ગયા; 5 સામે ફરિયાદ

Text To Speech

પાટણઃ ધારપુરમાં લોકગાયિકા કાજલ મહેરિયા પર હુમલો કરવામાં આવ્યો છે. લાઇવ ડીજેના પ્રોગામમાં ગાયિકા કાજલ મહેરિયા આવતા હતા ત્યારે તેમના પર કેટલાક શખસોએ હુમલો કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, અગાઉ પણ એકવાર તેમના પર કે.એમ. ડિજિટલ ગ્રુપ ઓર્ગેનાઇઝરના ઇસમ સહિત પાંચ જણાંએ હુમલો કર્યો હતો. કાજલ મહેરિયાની કારના કાચ પર ધોકા વડે તૂટી પડ્યાં હતા અને કાચ તોડી નાંખ્યા હતા. હુમલો કરનારા રમુ શકરા રબારી તેમજ અન્ય ચાર શખ્સો સહિત પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ ફરિયાદમાં માર મારવાની અને જાતિ અપમાનિત શબ્દો બોલવાની રાવ કરી છે. આ ઉપરાંત સોનાની કંઠી લૂંટી ગયા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. હાલ આ મામલે બાલીસણા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button