ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પશ્ચિમ બંગાળમાં EDની ટીમ પર હુમલો, TMC નેતાના ઘરે દરોડા પાડવા ગયા હતા અધિકારી

Text To Speech
  • હુમલાખોરો દ્વારા EDની ટીમની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા
  • રાશન કૌભાંડ કેસમાં શંકર આધ્યાના નિવાસસ્થાન પર પાડ્યા હતા દરોડા
  •  હુમલાને પગલે EDના ચાર ઘાયલ થયેલા અધિકારીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા 

પશ્ચિમ બંગાળ, 5 જાન્યુઆરી : પશ્ચિમ બંગાળમાં EDની ટીમ પર હુમલાની ઘટના બની છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં દરોડા દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો દ્વારા EDની ટીમ દ્વારા લાવવામાં આવેલી ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટનામાં સેંકડો લોકોએ હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, અંદાજે 100-200 લોકોના ટોળાએ ED અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓને ઘેરી લીધા હતા અને હંગામો મચાવ્યો હતો. હુમલાને પગલે EDના ચાર અધિકારીઓ ઘાયલ થયાં હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રાશન કૌભાંડ કેસને લઈને બોનગાંવમાં નગરપાલિકાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને TMC પાર્ટીના નેતા શંકર આધ્યાના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા.મળતી માહિતી મુજબ, જે ટીમ દરોડા પાડવા માટે આવી હતી તેમાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ સામેલ હતા. ટોળાએ તેમની કાર પણ તોડી નાખી હતી. જો કે આ હુમલા બાદ ટીએમસી નેતા એસ.કે.શાહજહાંની ધરપકડ કરવામાં આવી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

 

ED પર હુમલા વિશે ભાજપ નેતાએ શું કહ્યું ?

ED પર હુમલા બાદ પશ્ચિમ બંગાળના બીજેપી ચીફ સુકાંત મજુમદારનું નિવેદન બહાર આવ્યું છે. મજમુદારે કહ્યું કે, આ તમામ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો અને આરોપો છે. જેથી ED કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે, તે બિલકુલ સ્પષ્ટ છે. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ઇડી પરનો હુમલો દર્શાવે છે કે રોહિંગ્યાઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા માટે શું કરી રહ્યા છે.

 

 

આ પણ જુઓ :હરિયાણા માઇનિંગ કેસમાં EDના દરોડા, ગેરકાયદે વિદેશી હથિયારો અને 5 કરોડ જપ્ત

Back to top button