રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો: PI સંજય પાદરીયા સામે હત્યાના પ્રયાસની પોલીસ ફરિયાદ
રાજકોટ, ૨૬ નવેમ્બર, ગુજરાત પોલીસ માટે વધુ એક કલંકિત ઘટના સામે આવી છે. રાજકોટમાં ગઈ કાલે એક મોટી ઘટના બની હતી. રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતીભાઈ સરધારા પર જૂનાગઢના PI સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઉપપ્રમુખ જયંતિ સરધારાએ પીઆઈ સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરીયા દ્વારા હુમલો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જો કે આ મામલે હજુ સુધી PI પાદરિયાની ધરપકડ કરવામાં આવી નથી.
ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો થયો હતો. મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યુ છે કે, સામાજિક પ્રસંગના જમણવાર દરમિયાન જ જયંતિ સરધારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે બોલાચાલી થઈ હતી. જમણવાર પછી પાર્કિંગમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તે બાદ મારામારી પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
જંયતિભાઈનો આરોપ છે કે, પીઆઈ પાદરિયાએ માથાના ભાગે હથિયાર જેવા પદાર્થથી હુમલો કર્યો હતો અને તેમને માથાના ભાગે ઈજા થઈ હતી. જોકે, સૂત્રો પાસેથી પીઆઈ પાદરિયા રજા પર હોવાનું જાણવા મળ્યુ છે. પીઆઈના હથિયાર જમા કરાવ્યુ હોવાનુ સામે આવ્યુ છે. તો બીજી બાજુ CCTV ફૂટેજમાં પણ પીઆઈ પાસે હથિયાર હોય તેમ લાગતું નથી. જયંતિ સરધારાએ પીઆઈ સંજય પાદરિયા પર ગંભીર આરોપ પણ લગાવ્યાં છે. સમાજ સાથે ગદારી કરી કહી હુમલો કર્યાનો, પહેલા હુમલો કરી ઉશ્કેર્યાનો અને ત્યાર બાદ મુક્કા માર્યાનો આરોપ જયંતિ સરધારાએ પીઆઈ સંજય પાદરિયા પર લગાવ્યો છે. સરદારધામમાં ઉપપ્રમુખ કેમ બન્યા? એવું કહીને હુમલો કર્યાનો PI સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવાયો છે. આ મામલે અત્યારે રાજકોટ તાલુકા પોસીલે PI સંજય પાદરિયા સામે ફરિયાદ નોંધી દીધી છે.
આ પણ વાંચો…અમદાવાદ: IAS અધિકારી હોવાનું કહીને ગઠિયાએ અનેક સાથે છેતરપિંડી આચરી