પાકિસ્તાનમાં આર્મી કેમ્પ ઉપર હુમલો, 7ના મૃત્યુ


બલૂચિસ્તાન, 16 નવેમ્બર : પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં શનિવારે મોટો હુમલો થયો હતો. આ હુમલો સુરક્ષા ચોકી (આર્મી કેમ્પ) પર થયો હતો. આ હુમલામાં સુરક્ષાકર્મીઓ સહિત ઓછામાં ઓછા 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આર્મી કેમ્પમાં થયેલા આ હુમલા અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.
BLA એ હુમલાની જવાબદારી લીધી હતી
પાકિસ્તાનની જિયો ન્યૂઝ ચેનલના સમાચાર અનુસાર, બલૂચિસ્તાનના કલાત જિલ્લામાં થયેલા હુમલામાં સાત લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા. પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી લીધી છે.
પીએમ શાહબાઝ શરીફે દુઃખ વ્યક્ત કર્યું
જો કે, હજુ સુધી પ્રાંતીય સરકાર કે કોઈ વરિષ્ઠ અધિકારીએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. વડા પ્રધાન શાહબાઝ શરીફ અને સંઘીય ગૃહ પ્રધાન મોહસિન નકવીએ હુમલાની નિંદા કરી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચો :- India U-19 ટીમના પૂર્વ કેપ્ટને IPLમાં વિદેશી ખેલાડી તરીકે પોતાનું નામ નોંધાવ્યું, જાણો કેમ