મધ્ય ગુજરાત

ATSની મોટી કાર્યવાહી :  સયાજીગંજમાં બંધ ઓફિસમાંથી અંદાજે 500 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

Text To Speech

સંસ્કારી નગરી વડોદરા જાણે ડ્રગ્સનુ હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં અનેક જગ્યાએ ડ્રગ્સ ઝડપાયું છે. છતા પણ ડ્રગ્સ પેડલરોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ ડ્રગ્સના વેપલા ધમધમાવી રહ્યા છે. સિંધરોટ ગામે પકડાયેલી ડ્રગ્સ ફેક્ટરી બાદ આજે ATSએ મોટી કોર્યવાહી કરી છે. આ ડ્રગ્સના કાળાકોરોબારના તાર શોધી કાઢવા માટે ATSશક્રીય બની છે. અને આજે ATSને તેમાં મોટી સફળતા મળી છે. ATSએ વડોદરાના સયાજીગંજના પાયલ કોમ્પ્લેક્સમાં ચાલી રહેલા ડ્રગ્સના કારોબારને ઝડપી પાડ્યો છે.

AHMDABAD- HUM DEKHENEGE

સયાજીગંજમાંથી 100 કિલો ડ્રગ્સ ઝડપાયું 

મળતી માહીતી મુજબ વડોદરા શહેર ATSએ મોટી કોર્યવાહી કરી છે. અને વડોદરા શહેરના સયાજીગંજના પાયલ કોમ્પલેક્ષની બંધ ઓફિસમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. સયાજીગંજની બંધ ઓફિસની અંદર પ્લાસ્ટીકના બે ડ્રમમાંથી 100 કિલો ડ્રગ્સ છુપાવીને રાખવામાં આવ્યું હતું જેને ATSએ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સ અંદાજે 500 કરોડની કિંમતનું હોવાનું અનુમાન છે. ATSએ સિંધરોટ ગામની સિમમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ આ મામલે વધુ તપાસ કરતા પકડાયેલ આરોપીઓને સાથે રાખી આજે સયાજીગંજમાંથી પણ ડ્રગ્સ શોધી કાઢયું છે. સયાજીગંજમા ઝડપાયેલ આ ડ્રગ્સના એફ.એસ.એલના રિપોર્ટ બાદ કયું ડ્રગ્સ છે તે બહાર આવશે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સિંધરોટમાંથી ડ્ર્ગ્સ ઝડપાયું હતુ

સિંધરોટ ગામની સીમમાં ગત તા. 29મી નવેમ્બરના રોજ એટીએસે દરોડો પાડીને રૂ 479 કરોડની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો. આ સાથે મુખ્ય સુત્રધાર સૌમિલ પાઠક, શૈલેષ કટારીયા વિનોદ ઉર્ફે પપ્પુ નિજામા, મોહંમદ શકી દિવાન અને ભરત ચાવડાની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીઓ આઠ દિવસના રિમાન્ડ ઉપર હતા.દરમિયાનમાં આજે એટીએસે આરોપી શૈલેષ કટારીયા જે કેમીકલ ફેકટરીમાં કેમીસ્ટ તરીકે નોકરી કરતો હતો. તેને સાથે રાખીને શહેરની સયાજીગંજ વિસ્તારમાના પાયલ કોમ્પલેક્ષની સ્ટોક બ્રોકિંગની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. જેમાં બે બેરલ કેમીકલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે લગભગ 100 કિલોનો આ જથ્થો કબ્જે કર્યો છે. જે એમડી ડ્રગ્સ બનાવવામાં વપરાતો હોવાની પ્રબળ શંકા છે.Election Result Update Hum Dekhenge News

Back to top button