કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ડ્રગ્સ મામલે એટીએસની ટીમનું જામનગરમાં ફરી સર્ચ ઓપરેશન ?

Text To Speech

જામનગર અને દ્વારકા જિલ્લામાંથી અનેક વખત નસીલા પદાર્થ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો અને સવેંદનશીલ દરીયા કિનારો ધરાવતા જામનગરમાં અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન થઇ ભારતમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. અમદાવાદ એટીએસની ટીમે એલસીબી અને એસઓજીને સાથે રાખી ડ્રગ્સ સંદર્ભે બેડીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી બે શખ્સોને ઉઠાવી લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.
એલસીબી તથા એસઓજીને સાથે રાખી બેડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
મળતી માહિતી મુજબ, સવેંદનશીલ દરિયાકિનારો ધરાવતા હાલારમાં અગાઉ અનેક વખત નશીલા પદાર્થ ઘુસાડવામાં આવતા હતાં અને હાલ પણ આ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી હોવાની અમદાવાદ એટીએસની ટીમને મળેલાં ઇનપુટના આધારે એટીએસની ટીમ જામનગર આવી હતી અને એલસીબી તથા એસઓજીને સાથે રાખી બેડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
હાલમાં જ ઝડપાયેલું ડ્રગ્સ અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન થઇ ભારતમાં ઘુસાડવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું
મહત્વનું છે કે, હાલમાં જ ભારત-પાકિસ્તાન જળસીમા પરથી એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુકત ઓપરેશન અંતર્ગત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો હતો અને આ જથ્થો અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન થઇ ભારતમાં ઘુસાડવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. જેના પગલે એટીએસના અધિકારીની ટીમ જામનગરના બેડીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બેડીમાં બે શખ્સોને ઉઠાવી લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું, સત્તાવાર જાહેરાત બાકી
એટીએસના આ ઓપરેશનમાં જામનગર એલસીબી અને એસઓજી જોડાઇ હતી અને મોડી રાત સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળે છે અને આ જથ્થામાં બેડીમાં બે શખ્સોને ઉઠાવી લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. જો કે, આ ડ્રગ્સના સર્ચ ઓપરેશનમાં એટીએસની ટીમ દ્વારા હજી સુધી સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.

Back to top button