અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદઃ મેફેડ્રોન બનાવતી સુરતની ફેક્ટરીમાં ATS ની રેડ; 51.409 કરોડનાં મેફેડ્રોન સાથે 3 ની ધરપકડ

Text To Speech

અમદાવાદ 18 જુલાઈ 2024 : સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં ગેરકાયદેસર મેફેડ્રોન બનાવતી ફેક્ટરીમાં અમદાવાદ એટીએસ દ્વારા રેડ કરી 51.409 કરોડનાં નશીલા માદક પદાર્થ મેફેડ્રોન સાથે ત્રણ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

 51.409 કરોડનાં મેફેડ્રોન સાથે 3 ની ધરપકડ

ગુજરાત એટીએસ ડીવાયએસપી એસ એલ ચોધરીએ પત્રકાર પરિષદને સંબોધન કરીને જણાવ્યું હતું કે ટેકનીકલ તથા હ્યુમન રીસોસીસ દ્વારા અમોને સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં ગેરકાયદેસર નશીલા માદક પદાર્થ મેફેડ્રોનનું મેન્યુફેક્ચર થઈ રહ્યું હોવાની બાતમી મળી હતી. જે આધારે વોચ ગોઠવી સુરત તથા વલસાડ એસઓજીની મદદથી ફેક્ટરીની જગ્યાએ રેડ કરી ૪ કિલો મેફેડ્રોન તથા ૩૧.૪૦૯ કિલો લિક્વીડ મેફેડ્રોન જેની કિંમત રૂ. ૫૧.૪૦૯ કરોડનો મુદામાલ કબ્જે વાપીનાં સુનીલ રાજનારાયણ યાદવ અને વરાછા સુરતનાં વિજય જેઠાભાઇ ગજેરાની સહિત કુલ ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં વધુ એક આરોપી હરેશ કોરોટને જુનાગઢ એસ.ઓ.જી.ની મદદથી પકડી પાડવામાં આવ્યો છે અને અટક કરવાની કાર્યવાહી શરુ કરી દેવાઈ છે.

20000 માં પતરાંનો શેડ ભાડે રાખી કામ શરૂ કર્યું

ATS ડીવાયએસપી ચૌધરી વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મુખ્ય ત્રણેય આરોપીઓએ ભાગીદારીમાં મેફેડ્રોન બનાવવાનું શરૂ કર્યું હતું. અને અગાઉ એક કન્સાઇન્મેન્ટ ૪-કિલોનું બનાવીને મુંબઇના સલીમ સૈયદ તથા તેના સાગરીતોને વેચાણ કર્યું છે. આ કામ માટે આરોપીઓએ 20000/- માં પતરાંનો શેડ માસિક ભાડાથી રાખ્યો હતો. વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે પકડાઇ ગયેલો આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રીકલ એન્જીનિયર છે તથા સુનિલ યાદવ કેમીકલ ટ્રેડીંગના ધંધા સાથે જોડાયેલો છે અને તેઓ આ મેફેડ્રોન બનાવવાનું ઓનલાઇન વિડીયો જોઇને શીખ્યા હોય તેવું જણાવ્યું છે. જોકે હાલ તો પતરાના શેડવાળી ફેકટરીમાં ચાલતા આ યુનિટને ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા રેડ કરી સીલ મારી દેવામાં આવ્યું છે. જે અંગે એ.ટી.એસ.ખાતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : NESTS સંસ્થા દ્વારા આદિવાસી વિસ્તારોના એકલવ્ય મોડેલ શાળાઓમાં અનેક ગંભીર સમસ્યાઓ, જાણો ચૈતર વસાવા શું કહે છે?

Back to top button