15 ઓગસ્ટ પહેલા UP ATSએ સહારનપુરથી જૈશ-એ-મોહમ્મદ અને પાકિસ્તાનના સંગઠન તહરીક-એ-તાલિબાન સાથે જોડાયેલા એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. ATSએ સહારનપુરના ગંગોહમાં રહેતા આતંકવાદી મોહમ્મદ નદીમની ધરપકડ કરી છે. ATSએ મોહમ્મદ નદીમ પાસેથી વિવિધ પ્રકારના IED અને બોમ્બ બનાવવા માટે ફિદાઈ ફોર્સનું પ્રશિક્ષણ સાહિત્ય જપ્ત કર્યું છે. પોલીસે દાવો કર્યો છે કે નદીમે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેને જૈશ તરફથી નુપુર શર્માની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
UP ATS arrests JeM terrorist tasked to kill Nupur Sharma
Read @ANI Story | https://t.co/mDucpLgLW8#UttarPradesh #NupurSharma #ATS pic.twitter.com/reOKnefdrO
— ANI Digital (@ani_digital) August 12, 2022
પોલીસે આ મોટો દાવો કર્યો
પોલીસે દાવો કર્યો છે કે નદીમ જૈશ-એ-મોહમ્મદ અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓ સાથે સીધા સંપર્કમાં હતો. જૈશ અને તહરીક-એ-તાલિબાનની વિચારધારાથી પ્રભાવિત થઈને તે ફિદાયીન હુમલાની તૈયારી કરી રહ્યો હતો. નદીમના મોબાઈલમાંથી ફિદાયીન બ્લાસ્ટ સંબંધિત પીડીએફ ફાઈલ પણ મળી આવી છે. તેના મોબાઈલમાંથી જૈશ-એ-મોહમ્મદ અને ટીટીપીના આતંકીઓ તરફથી ચેટ, વોઈસ મેસેજ મળ્યા છે.
ફિદાયીન હુમલાની તૈયારીઓ
પોલીસે દાવો કર્યો છે કે નદીમ વોટ્સએપ, ટેલિગ્રામ, આઈએમઓ, ફેસબુક મેસેન્જર, ક્લબહાઉસ દ્વારા જૈશ અને ટીટીપી આતંકવાદીઓ સાથે જોડાયેલો હતો. તેણે વિદેશી આતંકવાદીઓને 30થી વધુ વર્ચ્યુઅલ નંબર, સોશિયલ મીડિયા આઈડી બનાવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ટીટીપીના પાકિસ્તાની આતંકવાદીએ સોશિયલ મીડિયા દ્વારા નદીમને ફિદાયીન હુમલાની તાલીમ આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મોહમ્મદ નદીમે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં કાર્યરત JeM અને TTP આતંકવાદીઓ તેને વિશેષ તાલીમ માટે બોલાવતા હતા. જેના પર તે વિઝા લઈને પાકિસ્તાન જતો અને જૈશ-એ-મોહમ્મદની ટ્રેનિંગ લઈને આવતો હતો.
નદીમે પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેને જૈશ-એ-મોહમ્મદ અને તહરીક-એ-તાલિબાન આતંકવાદીઓ દ્વારા નુપુર શર્માની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્મા હઝરત પયગંબર પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ચર્ચામાં આવી હતી. નદીમે એટીએસને તેના કેટલાક ભારતીય સંપર્કોની માહિતી પણ આપી છે. જેના આધારે વધુ તપાસ હાથ ધરી છે.