દહેજમાં એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGની રેડ, MD ડ્રગ્સનું રો-મટીરીયલ પકડાયુ
ભરૂચ, 06 ઓગસ્ટ 2024, ગુજરાત ATS અને ભરૂચ SOGએ દહેજના જોલવા GIDCમાં આવેલી એલાયન્સ ફાર્મા કંપનીમાં દોરડા પાડી ડ્રગ્સમાં વપરાતા રો મટીરીયલનો કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટિકલ કંપનીમાં જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરીયલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
MD ડ્રગ્સ બનાવવા ઉપયોગમાં લેવાતુ રો મટીરીયલ ઝડપાયુ
ગુજરાત એટીએસ અને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજના જોલવા જીઆઇડીસીમાં આવેલી એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી MD ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરીયલ ઝડપાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ATSએ આ રો મટીરીયલનો જથ્થો FSLમાં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે. આ મામલામાં NDPS એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ અગાઉ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ બનાવતી આખે-આખી ફેક્ટરી ઝડપાઈ હતી. જ્યાંથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ગુજરાત ATS અને ભરૂચ SOGએ દરોડો પાડ્યો હતો
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, ગુજરાત ATS અને ભરૂચ SOGએ દહેજના જોલવા જીઆઈડીસીમાં આવેલી એલાયન્સ કંપનીમાં દરોડા પાડીને કંપનીનો સ્લીપિંગ પાર્ટનર વિક્રમ રાજપૂત જે ડ્રગ્સ બનાવવામાં માહિર હોય તેને ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી રહી છે. ટીમે કરોડોનું હજારો લીટર પ્રવાહીનો જથ્થો પણ જપ્ત કર્યો છે.આ સાથે કંપનીને માલ સપ્લાય કરનાર અને ડ્રગ્સ બનાવનાર બંનેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચોઃતાઈવાનનો ખાડો ગુજરાતના નામે બતાવવો ભારે પડ્યો, નડિયાદના વેપારીની ધરપકડ