મહારાષ્ટ્રમાં નર્સિગની વિદ્યાર્થિની સાથે બળાત્કાર, ઑટોચાલકે હેવાનિયત કરી રસ્તા પર ફેકી
મહારાષ્ટ્ર, 27 ઑગસ્ટ : રત્નાગિરી જિલ્લામાં એક 19 વર્ષની નર્સિંગ વિદ્યાર્થિની સાથે બળાત્કારની હિણપતભરી ઘટના સામે આવી છે. કોલકાતામાં ડોક્ટર સાથે બનેલ દુષ્કર્મની ઘટના બાદ દેશભરમાં ભય અને રોષનો માહોલ છે. એવામાં વધુ એક એવી ઘટના બનતા મહારાષ્ટ્ર સહિત દેશભરમાં તેના પડઘા પડ્યા છે.
શરૂઆતની તપાસમાં એવું સામે આવ્યું છે કે પીડિતા ઓટો રિક્ષા દ્વારા પોતાના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે તેને પાણી આપ્યું હતું. આ પાણીમાં નશાકારક દ્રવ્ય મીલાવ્યું હતું જેના કારણે પીડિતા બેહોશ થઈ ગઈ હતી. ત્યાર બાદ ડ્રાઈવરે તેણીને કથિત રીતે સુમસાન જગ્યાએ લઈ જઈને તેણી સાથે કુદરત વિરોધી કૃત્ય આચર્યું હતું.
આ ઘટના પછી પીડિતાએ ભાનમાં આવી ત્યારે માતાપિતાને જાણ કરી હતી. માતા પિતાએ પોલીસ પાસે જઈને ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે કહ્યું હતું કે ફરિયાદ દાખલ કર્યા પછી આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત આ મામલે એક SIT ની રચના કરવામાં આવી છે. જેમાં એક મહિલા ઇન્સ્પેકટર સામેલ છે. આ ઘટના પછી હોસ્પિટલની બહાર કર્મચારીઓ અને નર્સ બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આરોપીને મોતની સજાની માંગ કરવામાં આવી હતી. કેટલાક કર્મચારીઓ વિરોધ કરવા માટે રસ્તા પર પણ ઉતરી આવ્યા હતા અને રત્નાગિરીના કેટલાક વિસ્તારોમાં વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. સ્થાનિક અધિકારીઓ અને તંત્ર દ્વારા લોકોને શાંતિની અપીલ કરવામાં આવી હતી અને તપાસની બાહેંધરી પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : ડીસાના ભોપાનગરમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા,11600 નો મુદ્દામાલ જપ્ત