અતિથી દેવો ભવ: PM મોદીએ માલદીવના પ્રમુખ મુઇઝઝૂ પાસે બેસીને કર્યું ડિનર
- શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેલા વિદેશી મહેમાનોએ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા ડિનરમાં ભાગ લીધો
નવી દિલ્હી, 10 જૂન: NDA એટલે કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેલા વિદેશી મહેમાનોએ પણ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરમાં ભાગ લીધો હતો. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, આ દરમિયાન સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેનારા નરેન્દ્ર મોદી અને માલદીવના નવા પ્રમુખ મોહમ્મદ મુઇઝઝૂ સાથે બેસીને ડિનર કરતા જોવા મળ્યા હતા. આ તસવીર એવા સમયે બહાર આવી છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ હોવાનું કહેવાય છે. આ તસવીરમાં શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે સહિત ઘણા નેતાઓ હાજર છે.
President Droupadi Murmu hosted a banquet at Rashtrapati Bhavan in honour of the leaders of neighbouring countries attending the swearing-in-ceremony of the Prime Minister of India. The leaders who attended the banquet include President Ranil Wickremesinghe of Sri Lanka;… pic.twitter.com/vo9jP8SdWp
— President of India (@rashtrapatibhvn) June 9, 2024
રાષ્ટ્રપતિ ભવનના ઓફિશિયલ હેન્ડલ પરથી ભોજન સમારંભની આ તસવીર શેર કરવામાં આવી છે, જેમાં વિશ્વના ઘણા મોટા નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. પોસ્ટ સાથે લખવામાં આવ્યું છે કે, ‘રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંએ ભારતના વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહ માટે આવેલા વિદેશી મહેમાનોના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.’ રવિવારે મોદી 3.0 સરકારના 72 મંત્રીઓએ પણ શપથ લીધા હતા.
શપક્ષગ્રહણ કાર્યક્રમમાં કોણે-કોણે હાજરી આપી?
Leaders of Sri Lanka, the Maldives, Seychelles, Bangladesh, Mauritius, Nepal, and Bhutan with President Droupadi Murmu, Vice President Dhankhar and Prime Minister Narendra Modi at the forecourt of Rashtrapati Bhavan following the swearing-in ceremony. pic.twitter.com/mJ103dJ0xk
— President of India (@rashtrapatibhvn) June 9, 2024
રાષ્ટ્રપતિ ભવન પોસ્ટ અનુસાર, શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુ, સેશેલ્સના ઉપપ્રમુખ અહેમદ અફીફ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના વડાપ્રધાન પુષ્પદહલ કમલ, શ્રીલંકાના પ્રમુખ ડો. ભૂટાનના મંત્રી શેરિંગ તોબ્ગે રાત્રી ભોજનમાં ભાગ લીધો હતો.
ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો
મહત્ત્વપૂર્ણ વાત એ છે કે મુઇઝઝૂને ચીન તરફી નેતા માનવામાં આવે છે. માલદીવમાં ચૂંટણી વખતે પણ તેમણે માલદીવમાંથી ભારતીય સૈનિકોને પરત મોકલવાનું અભિયાન શરૂ કર્યું હતું. આ પછી PM મોદી જ્યારે લક્ષદ્વીપ પહોંચ્યા ત્યારે મુઇઝઝૂ સરકારના ત્રણ મંત્રીઓએ વાંધાજનક ટિપ્પણી કરી. જોકે, બાદમાં ત્રણેયને પડતા મુકવામાં આવ્યા હતા. અહીં આ મામલો વધી ગયા બાદ ભારતમાં સોશિયલ મીડિયા પર માલદીવના બહિષ્કારની માંગ ઉઠવા લાગી. ઉલ્લેખનિય છે કે વિપક્ષે માલદીવમાં જ મુઇઝઝૂ સરકાર પર ભારત પ્રત્યેના વલણને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
આ પણ જુઓ: Video: શપથવિધિ દરમિયાન જોવા મળેલું એ રહસ્યમય પ્રાણી કયું? દેશભરમાં ચર્ચા