ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આતિશીના માતા-પિતા આતંકવાદી અફઝલ ગુરુ માટે લડ્યાઃ સ્વાતિ માલિવાલનો મોટો આરોપ

  • આજનો દિવસ દિલ્હી માટે દુઃખદ દિવસ છે: સ્વાતિ માલિવાલ

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર: દિલ્હીના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહેલા આતિશી માર્લેના પર તેની જ પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે આજે મંગળવારે મોટો આરોપ લગાવ્યો છે. સ્વાતિ માલિવાલે કહ્યું છે કે, “આતિશીના માતા-પિતા આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા માટે લડ્યા હતા.” 13 મેના રોજ કેજરીવાલના આવાસ પર હુમલો થયાનો આરોપ લગાવીને વિદ્રોહી બનેલા સ્વાતિ માલિવાલે તેને દેશની સુરક્ષા સાથે પણ જોડ્યું અને કહ્યું કે, “આજનો દિવસ દિલ્હી માટે દુઃખદ દિવસ છે.”

 

AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે શું કહ્યું?

સ્વાતિ માલિવાલે X પર પોસ્ટ મૂકીને લખ્યું કે, ‘દિલ્હી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. આજે એક મહિલાને દિલ્હીની મુખ્યમંત્રી બનાવવામાં આવી રહી છે તેના પરિવારે આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા માટે લાંબી લડાઈ લડી હતી. આતંકવાદી અફઝલ ગુરુને બચાવવા માટે તેના માતા-પિતાએ માનનીય રાષ્ટ્રપતિને દયા અરજી લખી હતી. તેમના મતે અફઝલ ગુરુ નિર્દોષ હતો અને તેને રાજકીય ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવ્યો હતો. જો કે આતિશી માર્લેના માત્ર ‘Dummy CM’ છે, તેમ છતાં આ મુદ્દો દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે. ભગવાન દિલ્હીની રક્ષા કરે!’

તેની પોસ્ટની સાથે, માલિવાલે આતિશીની તેના માતા-પિતા સાથેની તસવીર, કથિત રીતે દયાની અરજીનો હિસ્સો અને એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. માલિવાલ દ્વારા શેર કરવામાં આવેલી વીડિયો ક્લિપમાં તૃપ્તિ વાહીને એમ કહેતા સાંભળી શકાય છે કે, અફઝલ ગુરુને બલિનો બકરો બનાવવામાં આવ્યો હતો.

ભાજપે પણ કર્યા આકરા પ્રહારો

ભાજપના નેતાઓ પણ આતિશીના માતા-પિતા પર અફઝલ ગુરુ માટે લડવાનો આરોપ લગાવી રહ્યા છે. બીજેપી નેતા કપિલ મિશ્રાએ X પર એક પોસ્ટ લખીને આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, “કેજરીવાલ પાછલા દરવાજાથી દિલ્હી પર નક્સલવાદી માનસિકતા થોપવાનું પાપ કરી રહ્યા છે.” તાજેતરમાં જ પત્રકાર બનેલા ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ આતિશી પર આ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘એક સમય હતો જ્યારે આતિશીનો પરિવાર અફઝલ ગુરુની ફાંસી રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો.’

આ પણ જૂઓ: Breaking News : આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી

Back to top button