ટ્રેન્ડિંગનેશનલમીડિયા

આઝાદ ભારતના 17માં મહિલા મુખ્યમંત્રી હશે આતિશી, અહીં જુઓ લિસ્ટ

નવી દિલ્હી – 17 સપ્ટેમ્બર :     આમ આદમી પાર્ટીએ દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યું છે. પાર્ટીની વિધાયક દળની બેઠકમાં નવા સીએમ તરીકે આતિશીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલે પોતે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે આતિશી આઝાદી પછી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી અને ભારતના કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની 17માં મહિલા મુખ્યમંત્રી બનશે. આવો જાણીએ આતિશી પહેલા ભારતમાં અન્ય કઈ કઈ મહિલા નેતાઓએ સીએમ પદ સંભાળ્યું છે.

  1. સુચેતા કૃપાલાનીઃ 2 ઓક્ટોબર 1963થી 13 માર્ચ 1967 સુધી એટલે કે 3 વર્ષ, 162 દિવસ સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા.
  2. નંદિની સતપથી: તે 14 જૂન 1972 થી 16 ડિસેમ્બર 1976 સુધી, એટલે કે 4 વર્ષ અને 185 દિવસ સુધી ઓડિશાના મુખ્યમંત્રી હતા.
  3. શશિકલા કાકોડકર: 12 ઓગસ્ટ 1973 થી 27 એપ્રિલ 1979 સુધી એટલે કે કુલ 5 વર્ષ અને 258 દિવસ સુધી ગોવાના મુખ્યમંત્રી હતા.
  4. અનવરા તૈમૂર : 6 ડિસેમ્બર 1980 થી 30 જૂન 1981 સુધી એટલે કે કુલ 206 દિવસ માટે આસામના મુખ્યમંત્રી બન્યા.
  5. વીએન જાનકી: 7 જાન્યુઆરી 1988 થી 30 જાન્યુઆરી 1988 સુધી એટલે કે 23 દિવસ માટે તમિલનાડુના સીએમ બન્યા.
  6. જે જયલલિતા: તેમણે 2 માર્ચ 2002 થી 12 મે 2006, 16 મે 2011 થી 27 સપ્ટેમ્બર 2014, 23 મે 2015 થી 5 ડિસેમ્બર 2016 સુધી એટલે કે કુલ 14 વર્ષ અને 124 દિવસ સુધી તમિલનાડુના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું.
  7. માયાવતી: 13 જૂન 1995 થી 18 ઓક્ટોબર 1995, 21 માર્ચ 1997 થી 21 સપ્ટેમ્બર 1997, 3 મે 2002 થી 29 ઓગસ્ટ 2003 અને 13 મે 2007 થી 15 માર્ચ 2012સુધી કુલ 7 વર્ષ અને 5 દિવસ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા .
  8. રાજીન્દર કૌર ભટ્ટલ: 21 નવેમ્બર 1996 થી 12 ફેબ્રુઆરી 1997 સુધી એટલે કે કુલ 83 દિવસ માટે પંજાબના મુખ્યમંત્રી બન્યા.
  9. સુષ્મા સ્વરાજઃ 12 ઓક્ટોબર 1998થી 3 ડિસેમ્બર 1998 સુધી એટલે કે કુલ 52 દિવસ દિલ્હીના મુખ્યમંત્રી હતા.
  10. શીલા દીક્ષિતઃ તેઓ 3 ડિસેમ્બર 1998 થી 28 ડિસેમ્બર 2013 સુધી એટલે કે કુલ 15 વર્ષ અને 25 દિવસ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા.
  11. ઉમા ભારતી: તેમણે 8 ડિસેમ્બર 2003 થી 23 ઓગસ્ટ 2004 સુધી એટલે કે કુલ 259 દિવસ સુધી મધ્ય પ્રદેશનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું.
  12. વસુંધરા રાજે: 8 ડિસેમ્બર 2003 થી 13 ડિસેમ્બર 2008 સુધી, 13 ડિસેમ્બર 2013 થી 17 ડિસેમ્બર 2018 સુધી એટલે કે કુલ 10 વર્ષ અને 9 દિવસ સુધી રાજસ્થાનના સીએમ હતા.
  13. મમતા બેનર્જી: 20 મે 2011 થી અત્યાર સુધીમાં 13 વર્ષ100 દિવસ કરતા પણ વધુ સમયથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહ્યા છે.
  14. આનંદીબેન પટેલ: 22 મે 2014 થી 7 ઓગસ્ટ 2016 સુધી એટલે કે કુલ 2 વર્ષ અને 77 દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
  15. મહેબૂબા મુફ્તી: 4 એપ્રિલ 2016 થી 19 જૂન 2018 સુધી એટલે કે કુલ 2 વર્ષ અને 76 દિવસ સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા.
  16. રાબરી દેવી : 25 જુલાઈ 1997થી 11 ફેબ્રુઆરી 1999,  9 માર્ચ 1999થી 2 માર્ચ 2000, 11 માર્ચ 2000થી 6 માર્ચ 2005 એમ કુલ 7વર્ષ 190 દિવસ સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યાં હતા.

Back to top button