ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આતિશીએ મુખ્યમંત્રી પદ ઉપરથી આપ્યું રાજીનામું, LG વી.કે.સક્સેનાએ વિધાનસભા ભંગ કરી

Text To Speech

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. હાર બાદ દિલ્હીના સીએમ આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે મુલાકાત કરી અને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આતિશી ગયા વર્ષે 21 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી હતા.

27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં ફરી સત્તા પર આવી છે. એલજી વિનય કુમાર સક્સેનાએ પણ સાતમી વિધાનસભા ભંગ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ 8 ફેબ્રુઆરીએ યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીમાં બહુમતીનો આંકડો હાંસલ કર્યો છે. હવે 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 22 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 48 બેઠકો મળી હતી. ભાજપે જીત બાદ સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી ટૂંક સમયમાં તેના ધારાસભ્ય દળની બેઠક બોલાવશે અને તેના મુખ્યમંત્રી પદના ઉમેદવારની પસંદગી કરશે.

આ પણ વાંચો :- IND vs ENG ODI : બીજી વનડેમાં ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે

Back to top button