નેશનલ

અતીકનું આતંકવાદી કનેક્શન : અલ કાયદાનો પત્ર-‘અતીક-અશરફની હત્યાનો બદલો લઈશું’

  • આતંકવાદી સંગઠન અલ-કાયદાએ આપી ધમકી
  • અતીક-અશરફની હત્યાનો બદલો લેવાની કરી વાત
  • રાજસ્થાન અને બિહારને પણ આપી ધમકી

તાજેતરમાં જ પ્રયાગરાજમાં ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પોલીસ સુરક્ષામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેસની તપાસ વચ્ચે હવે અતીકનું આતંકવાદી કનેક્શન સામે આવ્યું છે. 7 પાનાના પત્રમાં આતંકવાદી સંગઠને લખ્યું છે – અમે હત્યાનો બદલો લઈશું.

અતીક-અશરફની હત્યાનો બદલો લેવાની ધમકી

અતીક અને અશરફની હત્યાનો મામલો હજુ સંપૂર્ણ કાબૂમાં આવ્યો નથી. દરરોજ કોઈને કોઈ નવી સમસ્યા સામે આવી રહી છે. હવે અતીકનું આતંકવાદી કનેક્શન સામે આવ્યું છે. આતંકવાદી સંગઠન અલ કાયદાનો એક પત્ર શુક્રવાર રાતથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં તેને અતીક-અશરફની હત્યાનો બદલો લેવાની ધમકી આપી છે.

અલ કાયદાનો સાત પાનાનો પત્ર થયો વાયરલ

અલ કાયદાના સાત પાનાના આ પત્રમાં મુસ્લિમોનો, ઈદનો અને અતીકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉર્દૂમાં લખાયેલા આ પત્રમાં યુપી ઉપરાંત બિહાર અને રાજસ્થાનને પણ ધમકી આપવામાં આવી છે. આ સિવાય દિલ્હીમાં પીએમ હાઉસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી બાજુ આજે ઈદ છે અને પરશુરામની જન્મજયંતિ એક સાથે છે. આવી સ્થિતિમાં રાજસ્થાનના લગભગ તમામ શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ મજબૂત કરી દેવામાં આવી છે.

અતિક અશરફ હત્યા-humdekhengenews

પત્રમાં આ રાજ્યોનો ઉલ્લેખ

થોડા દિવસો પહેલા રાજસ્થાનના એક શહેરમાં એક ખાસ સમાજના ધાર્મિક સ્થળો પર ભગવો ધ્વજ ફરકાવવાના સમાચાર આવ્યા હતા. જે બાદ પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરીને સમયસર પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. તે બાબતનો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે. આ સાથે જય શ્રી રામના નારા વચ્ચે બિહારમાં મુસ્લિમ સમુદાયના સાહિત્યને સળગાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તે સિવાય યુપી અને અન્ય રાજ્યો વિશે પણ લખવામાં આવ્યું છે. પીએમ હાઉસ દિલ્હીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અતીક અને અશરફના શૂટરોને મારી નાખવાની ધમકી

સાત પાનાના આ પત્રમાં લખવામાં આવ્યું છે કે મુસ્લિમો જ્યાં પણ હોય તેમણે પયગંબરનું સન્માન અને આદર કરવું જોઈએ. આ પત્રમાં અતીક અને અશરફના શૂટરોને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. રાજસ્થાન વિશે ઘણું બધું લખાયું છે.

સુરક્ષા વ્યવસ્થા વધારાઈ

આ પત્રથી હવે ઘણા રાજ્યોમાં ટેન્શન આવી ગયું છે. રાજસ્થાનમાં સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ મજબૂત છે, પરંતુ આ પત્ર પછી તેને વધુ મજબૂત કરવામાં આવી છે. હાલમાં આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું નિવેદન બહાર આવ્યું નથી.પરંતુ આતંકવાદી સંગઠનની આ ધમકી બાદ તપાસ એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે.

 આ પણ વાંચો : અમદાવાદ : પીરાણા રોડ પર આવેલ સ્પંચ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ

Back to top button