ઉમેશ પાલ હત્યા કેસમાં ઉત્તર પ્રદેશની પ્રયાગરાજ પોલીસ માફિયા અતીક અહેમદને આજે પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરશે. ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ મંગળવારે સાબરમતી જેલમાં બંધ અતીક સાથે રોડ માર્ગે પ્રયાગરાજ જવા રવાના થઈ હતી. યુપી પોલીસને સોંપ્યા બાદ અતીકે કહ્યું કે આ બરાબર નથી, પોલીસ મને મારવા માંગે છે. સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઈ જવામાં આવી રહેલા ગેંગસ્ટર અતીક અહેમદને બુધવારે સવારે લગભગ પોણા કલાક સુધી ઝાંસી પોલીસ લાઈનમાં રોકવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ લાઇનની આસપાસ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આ પણ વાંચો : GSHSEB : ગુજરાત બોર્ડે ધોરણ 12 સાયન્સની આન્સર કી જાહેર કરી
અગાઉ માફિયા અતીક અહેમદે કહ્યું હતું કે મને સાબરમતી જેલમાં ખૂબ હેરાન કરવામાં આવે છે. મેં ત્યાંથી કોઈ કોલ કર્યો નથી, ત્યાં જામર લગાવેલા છે. મેં જેલમાંથી કોઈ કાવતરું ઘડ્યું નથી. હું છ વર્ષથી જેલમાં છું. મારો આખો પરિવાર બરબાદ થઈ ગયો છે. મીડિયા સાથે વાત કરતા આતિકે કહ્યું કે પરિવાર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે. અતીકે ઉમેશ પાલ હત્યા કેસના સવાલોના પણ જવાબ આપ્યા હતા. અતિકે કહ્યું કે હું જેલમાં હતો, મને તેની કોઈ જાણકારી નથી. અતીકે કહ્યું કે આ માત્ર એકતરફી આરોપો છે. મને પુત્ર અસદ વિશે કોઈ માહિતી નથી. મારા પરિવારને દૂર રાખો, મહિલાઓ અને બાળકોને પરેશાન કરશો નહીં.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંદીપુર ટાઈગર રિઝર્વ(BTR)માં એક પણ વાઘ જોવા ન મળ્યો !
તમને જણાવી દઈએ કે ઉમેશ પાલ અને તેના બે પોલીસ સુરક્ષા ગાર્ડની 24 ફેબ્રુઆરીએ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પાલની પત્ની જયા પાલે અતીક, તેના ભાઈ અશરફ, તેની પત્ની શાઈસ્તા પરવીન, બે પુત્રો અને અન્ય 11 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અગાઉ, યુપી પોલીસ ઉમેશ પાલના અપહરણના સંબંધમાં અતીકને 26 માર્ચે પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવા માટે લાવી હતી.