અતીક અહેમદના પુત્ર અસદનો વીડિયો વાયરલ, એક યુવકને નિર્વસ્ત્ર કરીને માર્યો ઢોર માર


ઉત્તર પ્રદેશના માફિયા ડોન અતીક અહેમદના પુત્ર અસદ અહેમદના મોબાઈલ ફોનમાંથી પોલીસને ઘણા વીડિયો મળ્યા છે, જેમાં ઘણા ગુનાઓ સામે આવ્યા છે.
એક વીડિયોમાં કેટલાક લોકો એક યુવકને રૂમમાં નિર્વસ્ત્ર કરીને લાતો, બેલ્ટ અને લાકડીઓ વડે મારતા જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો અસદના મોબાઈલમાંથી મળ્યો છે.
एनकाउंटर में मारे गए अतीक के बेटे असद के मोबाइल फोन में पुलिस को मिला एक हैरान करने वाला वीडियो।
वीडियो में एक शख्स को बुरी तरह नंगा करके पीटा जा रहा है, लात घूंसों और बेल्ट से उस शख्स की पिटाई की जा रही है।
वीडियो लखनऊ के एक फ्लैट का बताया जा रहा है जहां असद रहता था। pic.twitter.com/To59Bks9rE
— Vinod Kumar Mishra (@vinod9live) April 24, 2023
વાયરલ થયેલો વીડિયો ક્યારનો છે?
આ વીડિયો 19 જાન્યુઆરી, 2021નો છે. જે રૂમમાં યુવકને માર મારવામાં આવી રહ્યો છે તે લખનઉનો ફ્લેટ છે જ્યાં અસદ રહેતો હતો. વીડિયોમાં 4 થી 5 લોકો જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો અસદ દ્વારા બનાવવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ઉમેશ પાલ મર્ડર કેસમાં સામેલ આરોપી અસદ અને તેના સાથી શૂટર ગુલામની 13 એપ્રિલે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.