ટોપ ન્યૂઝનેશનલ

અતીક અહેમદનો વકીલ હિસ્ટ્રીશીટર જાહેર, અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં જુઓ કેટલા કેસ છે નોંધાયેલા?

  • હાલ નૈની સેન્ટ્રલ જેલમાં બંધ છે વકીલ વિજય મિશ્રા
  • અગાઉ પહેલા વકીલ ખાન સૌલત હનીફને પણ હિસ્ટ્રીશીટર તરીકે સૂચિબદ્ધ કરાયા હતા

પ્રયાગરાજ, 11 જુલાઈ : ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ પોલીસે ગેંગસ્ટર અતીક અહેમદના વકીલ વિજય મિશ્રાને કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં હિસ્ટ્રીશીટર તરીકે સૂચિબદ્ધ કર્યા છે. મીડિયા અહેવાલો અનુસાર પોલીસે પહેલાથી જ અતીક અહેમદના પુત્રો મોહમ્મદ ઉમર અને અલી અહેમદને પ્રયાગરાજ જિલ્લાના ખુલદાબાદ પોલીસ સ્ટેશનમાં અનુક્રમે ’48B’ અને ’57B’ નંબર સાથે હિસ્ટ્રી-શીટર તરીકે સૂચિબદ્ધ કર્યા છે. વિજય મિશ્રા અતીક અહેમદના બીજા વકીલ છે જેમને હિસ્ટ્રી-શીટર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આ પહેલા, જૂનમાં અન્ય વકીલ ખાન સૌલત હનીફને હિસ્ટ્રીશીટર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : જનતાના મુદ્દાઓ ઉઠાવનારાઓ પર કહેર, પાકિસ્તાનમાં માત્ર છ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં પત્રકારોની હત્યા..!

વિજય મિશ્રા નૈની સેન્ટ્રલ જેલમાં બંધ છે

માહિતી આપતા પોલીસે વધુમાં જણાવ્યું હતું કે વિજય મિશ્રા વિરુદ્ધ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 9 કેસ નોંધાયેલા છે. દરિયાબાદમાં લાકડાના વેપારી પાસેથી ખંડણી માંગવાના આરોપમાં મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલવામાં આવ્યા હતા. હાલમાં તે નૈની સેન્ટ્રલ જેલમાં બંધ છે. પોલીસે વિજય મિશ્રાને વકીલ ઉમેશ પાલ હત્યા કેસમાં પણ આરોપી બનાવ્યા હતા. પોલીસ અતીકની ગેંગના લોકો પર સતત કાર્યવાહી કરી રહી છે. ખાન સૌલત હનીફ ઉમેશ પાલના અપહરણ અને હુમલામાં આજીવન કેદની સજા ભોગવી ચૂક્યો છે. ખાન સૌલત હનીફ સામે 4 ફોજદારી કેસ નોંધાયેલા છે.

અતીક અને અશરફની ગયા વર્ષે હત્યા કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે અતીક અહેમદ ઉત્તર પ્રદેશનો કુખ્યાત માફિયા હતો. તેઓ સમાજવાદી પાર્ટીના સાંસદ અને ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય રહી ચુક્યા છે. ગયા વર્ષે તેને અને તેના ભાઈ અશરફને જ્યારે હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ગોળી મારી દેવામાં આવી હતી. અતીકની હત્યા બાદ તેની ગેંગના તમામ લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અતીક અને અશરફની પત્નીઓ શાઈસ્તા પરવીન અને ઝૈનબને પણ શોધી રહી છે અને તેમના પર ઈનામની જાહેરાત પણ કરી છે.

આ પણ વાંચો : અદાણી ગ્રુપના વિઝીનજામ બંદર પર પ્રથમ મધરશિપ ‘સાન ફર્નાન્ડો’ પહોંચ્યું, ઇતિહાસ રચ્યો

Back to top button