ટોપ ન્યૂઝનેશનલ

અતીક અહેમદને ફરી એકવાર સાબરમતી જેલથી પ્રયાગરાજ લઈ જવામાં આવશે

Text To Speech

યુપીના ખતરનાક ગુનેગાર અને ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અતીક અહેમદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અતીક અહેમદને ફરી એકવાર ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઈ જવામાં આવશે. પોલીસ અતીક અહેમદને કોર્ટમાં રજૂ કરશે, જેના માટે પોલીસ આજે સાબરમતી જેલ પહોંચી છે. મળતી માહિતી મુજબ, ઉમેશ પાલ હત્યા કેસમાં કોર્ટે આરોપી અતીક અહેમત વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કર્યું છે. જેથી અતીક અહેમદને કોર્ટમાં રજૂ કરવો પડશે. અગાઉ યુપી પોલીસ ઉમેશ પાલ અપરણ કેસમાં સુનાવણી માટે અતીક અહેમદને રોડ માર્ગે પ્રયાગરાજ લાવી હતી. કોર્ટે આ કેસમાં અતીકને આજીવન કેદની સજા ફટકારી છે. તે સમયે અતીક એકદમ ડરી ગયો હતો. અતીકને ડર હતો કે પોલીસ રસ્તાના બહાને તેનું એન્કાઉન્ટર કરી શકે છે.

આ પણ વાંચો : સલમાનને ફરી જાનથી મારી નાખવાની મળી ધમકી, આ વખતે ફોન કરનારે તારીખ પણ આપી
હવે તેની સામે ઉમેશ પાલ હત્યા કેસમાં વોરંટ-બી ઇસ્યુ કરવામાં આવ્યું છે. જો કે કોર્ટમાં સુનાવણી બાદ પોલીસ તેને ફરીથી ભારે સુરક્ષામાં સાબરમતી જેલમાં લાવી હતી. ઉમેશ પાલ અપહરણ કેસમાં, પ્રયાગરાજ સાંસદ-ધારાસભ્ય કોર્ટે માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદને આજીવન કેદની સજા ફટકારી છે. તેના પર 5000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે આ મામલામાં અતીક અહેમદ, દિનેશ પાસી અને ખાન સુલત હનીફને દોષિત ઠેરવ્યા છે. અતીક અહેમદના ભાઈ અશરફ સહિત અન્ય તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. રાજુ પાલ હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલને પ્રયાગરાજમાં ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં તેમના બંને સરકારી ગનર્સ પણ માર્યા ગયા હતા.

Back to top button