
ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી અતીક અહેમદને સોમવારે (27 માર્ચ) પ્રયાગરાજની નૈની જેલમાં લાવવામાં આવ્યો હતો. જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, અતીક આખી રાત બેચેન રહ્યો અને આ દરમિયાન તે બેરેકમાં વારંવાર ફરતો રહ્યો. અતીકને નૈની જેલમાં 10*15 ચોરસ ફૂટની હાઈ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે. જેલ મેન્યુઅલ મુજબ અતીકને જરૂરી તમામ વસ્તુઓ આપવામાં આવી હતી. તેમને ટૂથપેસ્ટ, સાબુ અને ટૂથબ્રશ આપવામાં આવ્યા હતા. આ સાથે આતિકને ધાબળો અને ચાદર પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : અતીક અહેમદ પ્રયાગરાજ રીટર્ન્સ ! 24 કલાકમાં 1300 KMની મુસાફરી
અતીકે જેલના કર્મચારીઓને સાંજે 4 વાગ્યે બહાર ફરવા માટે વિનંતી કરી. તેણે કહ્યું કે તે બેચેની અનુભવી રહ્યો છે અને માથાનો દુખાવો છે, તેથી તે ખુલ્લી હવામાં ફરવા માંગે છે. એટલું જ નહીં, અતીકે મોડી રાત્રે જેલ ગાર્ડને પૂછ્યું કે શું અશરફ આવ્યો છે.
મંગળવારે સવારે 11 વાગ્યે એમપી-એમએલએ કોર્ટમાં ઉમેશ પાલ અપહરણ કેસમાં સુનાવણી થશે. આજે જ આ કેસનો ચૂકાદો આવવાનો છે. મહત્વનું છે કે અતીક 180 થી વધુ ફોજદારી કેસોમાં આરોપી છે, જેમાં સૌથી તાજેતરનો કેસ ઉમેશ પાલની અપહરણ અને હત્યાનો છે. અતીક અહમદના ભાઈ અશરફને પણ પ્રયાગરાજ લઇ જવાયો છે. મંગળવારે સવારે 11 વાગ્યે એમપી-એમએલએ કોર્ટમાં ઉમેશ પાલ અપહરણ કેસમાં સુનાવણી થશે. આજે જ આ કેસનો ચૂકાદો આવવાનો છે. જિલ્લા બાર એસોશિએશન અનુસાર આજ અતીક અહમદ સાથે જોડાયેલા અન્ય કોઈ મામલાની સુનાવણી નહીં થાય.
ઉમેશ પાલ અપહરણ કેસમાં સુનાવણી માટે અતીક અહમદને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ પોલીસે અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલથી પ્રયાગરાજ લઇ જવાની પ્રક્રિયા શરુ કરી હતી. અતીક અહમદને કડક સુરક્ષા વચ્ચે રવિવારે સાંજે સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઇ જવાયો હતો. સોમવારે સાંજે અતીક અહમદ સાથે પોલીસ પ્રયાગરાજ પહોંચી હતી.
અતીક અહમદ પર વર્ષ 2006માં પૂર્વ બસપા ધારાસભ્ય રાજૂ પાલની હત્યાનો આરોપ છે. આ મામલામાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલ હતા. જેની ગત મહિને ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અતીક ઉપર રાજૂ પાલ મામલામાં સાક્ષી ઉમેશ પાલનું અપહરણ કરવા, ડરાવવા ધમકાવવા અને મારવાનો આરોપ છે. ઉમેશ પાલની હત્યાના મામલે અતીક અહમદ નામજોગ આરોપી છે. આ કેસમાં અતીક અહેમદનો ભાઈ પણ આરોપી છે. તે ઉત્તર પ્રદેશની બરેલી જેલામાં બંધ હતો. કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસે તેને બરેલીથી પ્રયાગરાજ લઇને આવી છે. અતીકના પરિવારના અન્ય સદસ્ય ફરાર છે. અતીકનો પુત્ર અસદ પણ ફરાર છે. અતીકની પત્ની પણ ફરાર છે. પોલીસે અતીકની પત્ની પર 25 હજારનું ઇનામ અને પુત્ર પણ પાંચ લાખનું ઇનામ જાહેર કર્યું છે. જ્યારે અતીકને સાબરમતી જેલમાંથી લઇ જવાયો હતો ત્યારે તેને પોતાના એન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે કોર્ટના ખભા પર રાખીને મને મારવા માંગે છે. ઉલ્લેખનીય છે ત્યારબાદ રસ્તામાં તેણે કહ્યું હતું કે ડરવાનું શું હોય.
આ પણ વાંચો : અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર, શાળાને નિશાન બનાવતા 3 બાળકોના મોત
અત્રે ઉલ્લેખનીય છે કે યુપી થી આતિક અહેમદ ને ગુજરાત સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. કારણકે યુપીમાં જેલમાં પણ બેસીને સમગ્ર સંચન કરવાની ક્ષમતા આ આરોપી ધરાવતો હતો. જેલમાં બેસી આરોપી અતીક અહેમદ મર્ડર, અપહરણ સહિતનું રેકેટ ચલાવતો હોવાની વાત બહાર આવી હતી. જેલમાં હોવા છતાં પોલીસના નાકે દમ કરનાર આતિક અહેમદને અંતે ગુજરાતની સૌથી મોટી જેલ સાબરમતી જેલમાં મોકલવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ તેને સાબરમતી મોકલવામાં આવ્યો હતો. હાલ આરોપી આતિક અહેમદ પર હત્યા, હત્યાનો પ્રયાસ, ફોજદારી ધાકધમકી અને હુમલા સહિતના 180થી વધુ કેસો છે.