ઉમેશ પાલ હત્યા કેસમાં UP STFએ મોટી કાર્યવાહી કરી છે. માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામ અહેમદનુ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. UP STFએ ઝાંસીમાં આ મોટી કાર્યવાહી કરી છે. પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ અસદ અને ગુલામ પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. ઝાંસીમાં UP STF ટીમ સાથેની જે અથડામણ થઈ તેનું DSP નવેન્દુ અને DSP વિમલે નેતૃત્વ કર્યું હતું. અત્યાધુનિક વિદેશી હથિયારો પણ અસદ અને ગુલામ અહમદ પાસેથી મળી આવ્યા છે.
આ પણ વાંચો : Surat : અમિત શાહના ભૂતપૂર્વ વકીલ રોબિન પોલ મોગેરા હવે રાહુલ ગાંધી કેસમાં ન્યાયાધીશ !
Asad, son of mafia-turned-politician Atiq Ahmed and Ghulam S/o Maksudan, both wanted in Umesh Pal murder case of Prayagraj and carrying a reward of Rupees five lakhs each; killed in encounter with the UPSTF team led by DySP Navendu and DySP Vimal at Jhansi. Sophisticated foreign… pic.twitter.com/dAIS6iMM3G
— ANI (@ANI) April 13, 2023
મળતી માહિતી મુજબ, યુપી એસટીએફએ અસદ અને ગુલામને ઝાંસીમાં આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું, પરંતુ અસદ અને ગુલામે એસટીએફની ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. STFએ જવાબી કાર્યવાહી કરીને બંનેને ઠાર કર્યા હતા. બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું.