- માત્ર પરિવારના સભ્યોને જ કબ્રસ્તાનમાં એન્ટ્રી હતી
- અતીક-અશરફના હત્યારાઓને નૈની જેલમાં મોકલ્યાં
- 18 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી
અતીક-અશરફના મૃતદેહને દફનાવવામાં આવ્યા છે. જેમાં બંને નાના પુત્રોએ કબ્રસ્તાન પહોંચી તેમને છેલ્લી વિદાય આપી હતી. તેમજ અતીક-અશરફના ત્રણેય હત્યારાઓને નૈની જેલમાં મોકલ્યાં છે. માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને શનિવારે રાત્રે પોલીસ કોર્ડનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને ત્રણ યુવાનોએ અંજામ આપ્યો હતો, જેઓ પત્રકાર તરીકે ઓળખાતા પોલીસ કાફલાની નજીક પહોંચ્યા હતા અને ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન લગભગ 18 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી, જેમાંથી 8 ગોળી અતીક અહેમદને વાગી હતી. અતીકના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
આ પણ વાંચો: મહુડી ઘંટાકર્ણ મહાવિર મંદિરમાંથી સોનાના વરખની ચોરીમાં થયો ચોંકાવનારા ખુલાસા
સમગ્ર પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી
ખરેખર, અતીક અને અશરફનું પોસ્ટમોર્ટમ રવિવારે બપોરે કરવામાં આવ્યું હતું. જ્યારે રિપોર્ટ આવ્યો તો સામે આવ્યું કે ગોળીબાર દરમિયાન તેના શરીરમાં કુલ 8 ગોળીઓ વાગી હતી. બીજી તરફ અશરફને 5 ગોળીઓ વાગી છે. પોસ્ટમોર્ટમ બાદ બંનેના મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યા છે. ચાર ડોક્ટરોની પેનલ દ્વારા અતીક અને અશરફના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ દરમિયાન સમગ્ર પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.
અતીકને ક્યાં ગોળી વાગી?
– એક માથામાં
– ગળામાં
– છાતીમાં
– કમરમાં
અશરફને ક્યાં વાગી હતી ગોળીઓ?
– એક ગળામાં
– એક બરડામાં
– એક કાંડામાં
– એક પેટમાં
– કમરમાં
અશરફના શરીરની અંદરથી ત્રણ ગોળીઓ મળી આવી છે અને બે ત્યાંથી પસાર થઈ છે.
આ પણ વાંચો: રાજ્યમાં દારૂબંધી પણ 50 ટકા દર્દીઓના રોગનું મુખ્ય કારણ જ મદિરાપાન
પોસ્ટમોર્ટમ પેનલમાં સામેલ ટીમના નામ?
1. ડૉ. દીપક તિવારી
2. ડૉ.બ્રિજેશ પટેલ
3. રવિન્દ્ર સિંહ (ડેપ્યુટી સીએમઓ)
4. ડૉ. દિનેશ કુમાર સિંઘ (આસિસ્ટન્ટ પ્રોફેસર, ફોરેન્સિક)
5. વિડીયોગ્રાફર- રોહિત કનોજીયા
જણાવી દઈએ કે અતીક અને અશરફ પ્રયાગરાજ પોલીસની કસ્ટડીમાં હતા. જે સમયે તેની હત્યા કરવામાં આવી તે સમયે તેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેમની આસપાસ યુપી પોલીસના જવાનો પણ હાજર હતા. આ દરમિયાન જ્યારે મીડિયા અતીક અને અશરફને પ્રશ્નો પૂછી રહ્યું હતું, ત્યારે પત્રકારો તરીકે દેખાતા હુમલાખોરોએ ઉતાવળમાં 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.