ટ્રેન્ડિંગમનોરંજન

અથિયા અને કેએલ રાહુલે ખાસ અંદાજમાં ઉજવી પહેલી વેડિંગ એનિવર્સરી, જુઓ તસવીરો

Text To Speech
  • કપલની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરીના પાંચ મહિના પછી, ઉજવણીની અનસીન તસવીરો સામે આવી છે. અથિયા અને કેએલ રાહુલે તેમની વેડિંગ એનિવર્સરી ખાસ અંદાજમાં ઊજવી હતી

19જૂન, બુધવારઃ બોલિવૂડના જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટીની દીકરી અને અભિનેત્રી અથિયા શેટ્ટીએ 23 જાન્યુઆરી, 2023ના રોજ ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને લગભગ દોઢ વર્ષ વીતી ગયું છે. હવે કપલની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરીના પાંચ મહિના પછી, ઉજવણીની અનસીન તસવીરો સામે આવી છે. અથિયા અને કેએલ રાહુલે તેમની વેડિંગ એનિવર્સરી ખાસ અંદાજમાં ઊજવી હતી.

કપલે કેન્ડલ લાઈટ ડિનર સાથે ઉજવી હતી ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી

23 જાન્યુઆરીએ અથિયા અને કેએલ રાહુલે મુંબઈની પ્રાઈવેટ શેફ્સ ક્લબ રેસ્ટોરાંમા પહેલી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. ગઈકાલે 18 જૂનના રોજ રેસ્ટોરાંએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કપલની ડિનર ડેટની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં અથિયા અને કેએલ રાહુલ તેમની પ્રથમ વેડિંગ એનિવર્સરી પર કેન્ડલ લાઈટ ડિનરની મજા લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, તેમણે રેસ્ટોરન્ટના શેફ અને તેમની ટીમ સાથે કેટલાક ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.

તસવીરોને શેર કરતા રેસ્ટોરાંએ આપ્યું કેપ્શન

સામે આવેલી તસવીરોને શેર કરતી વખતે રેસ્ટોરાંએ કેપ્શન આપ્યું છે કે આ કોર મેમરીને હવે વધુ પ્રાઈવેટ રાખી શકાય એમ નથી. અમારા ફેવરિટ અથિયા શેટ્ટી અને કેએલ રાહુલની પહેલી વેડિંગ એનિવર્સરીના સરપ્રાઈઝ ડિનરની આ એક ઝલક છે .ઉલ્લેખનીય છે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ વર્ષ 2020માં તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. આ કપલ એક મિત્ર દ્વારા મળ્યું હતું. ત્યારબાદ બંનેએ વાતો કરવાનું શરૂ કર્યું અને પછી બંને ગાઢ મિત્રો બની ગયા. થોડા સમયમાં તેમની મિત્રતા રોમાન્સમાં બદલાઈ ગઈ હતી અને ત્યારબાદ 23 જાન્યુઆરી, 2023ના રોજ આ કપલ સત્તાવાર રીતે એકબીજાનું થઈ ગયું હતું. અથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટી ઘણીવાર ઇન્ટરવ્યુ દરમિયાન તેમના જમાઈ કેએલ રાહુલના વખાણ કરતા જોવા મળે છે.

આ પણ વાંચોઃ સિકંદરના લૂકમાં સલમાન ખાન, ચાહકોએ કહ્યું, દિવસે દિવસે યંગ થાય છે!

Back to top button