ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીએ સમાધિસ્થળ પર જઈ પુષ્પાંજલિ આપી

Text To Speech

જન્મ-મરણ અવિરત ફેરા
જીવન બંજારોં કા ડેરા
આજ યહાં, કલ કહાં કૂચ હૈ
કૌન જાનતા કિધર સવેરા

– અટલ બિહારી વાજપેયી

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ દિલ્હી સ્થિત સદૈવ અટલ જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા, રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલે પણ ભારત રત્ન વાજપેયીને પુષ્પાંજલિ અર્પિત કરી.

આ પ્રસંગે પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું. સદૈવ અટલ બિહારી વાજપેયીનું સ્મારક સ્થળ છે. વર્ષ 2018માં આજના જ દિવસે દિલ્હીની AIIMSમાં વાજપેયીજીનું લાંબી બીમારી બાદ નિધન થયું હતું. વાજપેયીજીને વર્ષ 27 માર્ચ 2015ના રોજ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ટ્વિટરથી પૂર્વ PMને આપવામાં આવી રહી છે શ્રદ્ધાંજલિ
સરકારના અનેક મંત્રી ટ્વિટર પર દિવંગત વડાપ્રધાન વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટમાં લખ્યું, “શ્રદ્ધેય અટલજીએ મા ભારતીના ગૌરવને પુર્નસ્થાપિત કરવા માટે પોતાના જીવનના પ્રત્યેક્ષ ક્ષણ આપ્યો. તેમને ભારતીય રાજનીતિમાં ગરીબ કલ્યાણ તેમજ સુશાસનના નવા યુગની શરૂઆત કરી અને સાથે જ વિશ્વને ભારતના સાહસ તેમજ શક્તિનો પણ અહેસાસ કરાવ્યો. આજે તેમની પુણ્યતિથિ પર નમન.”

રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂર્વ PMને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું, “પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીને પુણ્યતિથિ પર હું તેમને સ્મરણ કરતા નમન કરું છું. દેશને વિકાસ અ સુશાસનનો મંત્ર આપનાર અટલજીનું સમગ્ર જીવન તેમના વ્યક્તિત્વની ઉંડાઈ અ કૃતિત્વની ઉચાઈનું પ્રતિબિંબ છે. ભારતની વિકાસ યાત્રામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.”

હાર્યા બાદ વાજપેયીના હાસ્યનો કિસ્સો
પૂર્વ PM અટલજીના જીવન સાથે જોડાયેલાં દરેક કિસ્સા જાણીતા છે. આવો જ એક કિસ્સો તે સમયનો જ્યારે તેઓ પોતાની હાર પર હંસવા લાગ્યા હતા. વાત 1984ની છે. તે વર્ષે લોકસભા ચૂંટણીમાં ગ્વાલિયર સીટથી ભાજપની ટિકિટ પર વાજપેયીજી ઊભા થયા હતા. કોંગ્રેસ ઉમેદવાર માધવરાવ સિંધિયા સામે તેમનો મુકાબલો હતો. અટલજી આ ચૂંટણી હારી ગયા હતા. હાર્યા બાદ તેઓ દુઃખી ન થયા પરંતુ ખૂબ હંસવા લાગ્યા હતા.

‘મા-પુત્રના બળવાને રસ્તા પર આવતો અટકાવ્યો’
અટલજીને આ હાસ્યનું કારણ પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે, “મારી હારનું મને દુઃખ નથી. મને તે વાતની ખુશી છે કે મેં મા-પુત્રના બળવાને રસ્તા પર આવતા અટકાવ્યો છે. જો હું ગ્વાલિયરથી ચૂંટણી ન લડ્યો હોત માધવરાવ સિંધિયા વિરુદ્ધ રાજમાતા ચૂંટણી લડત. હું નહોતો ઈચ્છતો કે આવું કંઈ થાય.”

અટલજીને ધર્મપુત્ર ગણાવતા હતા રાજમાતા
2005માં અટલજીએ ગ્વાલિયરની હારનો બીજી વખત ઉલ્લેખ કર્યો હતો. તેમને સાહિત્ય સભામાં કહ્યું હતું કે ગ્વાલિયરમાં મારી હાર પાછળ ઈતિહાસ છુપાયેલો છે, જે મારી સાથે જ જતો રહેશે. ગ્વાલિયરના સિંધિયા રાજકુટુંબના રાજમાતા વિજયરાજે સિંધિયા અને અટલ બિહારી વાજપેયી જનસંઘના સમયથી સાથે હતા. વિજયરાજે સિંધિયા અટલજીને પોતાના ધર્મપુત્ર માનતા હતા. વાજપેયીએ આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ મા-પુત્ર વચ્ચે લડાઈ ઈચ્છતા ન હતા.

ત્રણ વખત PM રહ્યાં અટલ બિહારી વાજપેયી
પૂર્વ PM અટલ બિહારી વાજપેયી ત્રણ વખત ભારતના વડાપ્રધાન પદે રહ્યાં. તેઓ ભારતીય જનતા પાર્ટીના સહ સંસ્થાપક પણ હતા. તેઓ ભારતના પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા જેમને પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો. જો કે એકવખત તેઓ માત્ર 13 દિવસ અને બીજી વખત 13 મહિના માટે વડાપ્રધાન બન્યા હતા.

Back to top button