દિવાળીધર્મ

દિવાળી પર લક્ષ્મી પૂજા અને ચોપડા પૂજન ક્યા મુહૂર્તમા કરશો ?

Text To Speech

હિન્દુ પંચાગ અનુસાર, દર વર્ષે દિવાળીનો તહેવાર કારતક મહિનાની તિથિએ ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ દિવાળી પર લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત, પૂજન સામગ્રી અને અમાવસ્યા તિથિ વિશે…

આ વર્ષે દિવાળી પર સૂર્ય ગ્રહણનો ઓછાયો છે કારણ કે અમાવસ્યા તિથિમાં સૂર્ય ગ્રહણનો સૂતક કાળ પ્રારંભ થઇ રહ્યો છે. દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવાથી ધન, વૈભવ અને શુભતામાં વૃદ્ધિ થાય છે. માટે આ વર્ષે દિવાળીના બીજા દિવસે પડતર દિવસ કે ધોકો રહેશે…

દિવાળી પર લક્ષ્મી પૂજા અને ચોપડા પૂજન ક્યા મુહૂર્તમા કરશો ?- humdekhengenews

આ પણ વાંચો : ચોખાના લોટ અને મેરીગોલ્ડના ફૂલોથી બનાવો અદ્ભુત રંગોળી !

દિવાળી 2022નું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, આ વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની અમાસની તિથિ 24 ઓક્ટોબરના દિવસે રવિવારેના રોજ દિવાળી ઉજવામાં આવી રહી છે. ત્યારે દિવાળીના રોજ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન માટેના શુભ મુહૂર્ત સવારે 06.40 થી 08.06 ના રોજ અમૃત કાલ થી શરુ થશે. 09.31 થી 10.57 શુભ કાળ, બપોરના સમયે 01.52 થી 07.41 સુધી ચલ, અમૃત, લાભ, અને ચલ કાલ રહેશે. જયારે રાત્રીના મુહૂર્તમાં 10.49 થી 12.23 લાભ કાળ રહેશે. આ દિવસે સવારે ચતુર્દશી તિથિ હોવાના કારણે સવારમાં હનુમાનજીના દર્શન કરવા શુભ ફળદાયી રહેશે.

Back to top button