આજે કયા સમયે દેખાશે કરવા ચોથનો ચંદ્ર, જાણો પૂજાનો અને ચંદ્રોદયનો શુભ સમય
આજે કરવા ચોથનું વ્રત છે. પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિર્જળા રાખવામાં આવતા આ વ્રતની શરૂઆત કરવા ચોથ વ્રતની સવારે સૂર્યોદય પહેલા સરગી ખાઇને કરવામાં આવે છે.
ત્યારબાદ રાત્રે ચંદ્રની પૂજા કર્યા બાદ જ આ વ્રત ખોલવામાં આવે છે. જયારે આકાશમાં ચંદ્ર દર્શન થશે ત્યારે ચંદ્રને અર્ઘ્ય આપવામાં આવેશ.
આ સાથે જ આ વર્ષે ગુરુ ગ્રહ પોતાની રાશિમાં છે અને આ વ્રત પણ આજે જ છે. આ શુભ સંયોગ 1975 પછી બન્યો છે. આજે ચંદ્ર પોતાના નક્ષત્રમાં રહેશે. એટલે કે રોહિણી નક્ષત્રમાં રેહશે. માટે આજે ચંદ્રની પૂજા કરવાનો શુભ સંયોગ છે.
આ પણ વાંચો : PM મોદીએ હિમાચલ પ્રદેશમાં જનસભા સંબોધી વિપક્ષ પર નિશાન સાધ્યું, વંદે ભારત ટ્રેનને આપ્યું ગ્રીન સિગ્નલ
પતિના લાંબા આયુષ્ય માટે, જે વિવાહિત મહિલાઓ કરવા ચોથનું વ્રત રાખે છે તેઓ રાત્રે ચંદ્રના દર્શન કરીને ઉપવાસ તોડે છે. તેથી જ આખો દિવસ ખાધા-પીધા વિના રહીને વ્યક્તિ ચંદ્રના નીકળવાની આતુરતાથી રાહ જુએ છે. તેમજ દેશના રાજ્યોમાં વરસાદ અને વાદળોના કારણે દરેક જગ્યાએ ચંદ્ર અલગ અલગ સમયે ચંદ્ર દર્શન થશે.
કરવા ચોથ વ્રત પર ચંદ્રોદયનો સમય
કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરવામાં આવતાં કરવા ચોથ વ્રતને ખોલવા માટે ચંદ્ર દર્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિંદુ કેલેન્ડર મુજબ, આજે 13 ઓક્ટોબરે રાત્રે 8:16 કલાકે કરવા ચોથનો ચંદ્ર ઉદય થશે. ચંદ્ર બહાર આવતાની સાથે જ વિવાહિત સ્ત્રીઓ ચાળણી દ્વારા ચંદ્રને જોશે અને પછી તેના પતિનો ચહેરો જોઇને ચંદ્રની પૂજા કરી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે. સાસુ-સસરાના આશીર્વાદ લઈ અને પતિના હાથનું પાણી પીને કરવા ચોથનું વ્રતને ખોલશે. આ સાથે જ ચંદ્ર દર્શન પહેલા સાંજે કરવા ચોથની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય 13 ઓક્ટોબરની સાંજે 5:54 થી 7.09 સુધીનો છે. તો આવો જાણીએ તમારા શહેરમાં ક્યારે દેખાશે ચંદ્ર ?
આ પણ વાંચો : કરવા ચોથ બાદ આ રીતે ઉપવાસ તોડશો તો નહીં થાય પેટ ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓ !
- પંજાબ : 8.10
- દેહરાદુન: 8.02
- મુંબઈ : 8.48
- પુણે : 8.54
- જોધપુર : 8.32
- દિલ્હી : 8.09
- જમ્મુ : 8.09
- મનાલી : 8.01
- ઉદયપુર : 8.33
- વડોદરા : 8.40
- અમદાવાદ : 8.41
કરવા ચોથ પૂજા મુહૂર્ત – સાંજે 06.17 થી 07.31 સુધી
સમયગાળો – 01 કલાક 13 મિનિટ
કરવા ચોથ વ્રતનો સમય – સવારે 06.32 થી 08.48 સુધી
કરવા ચોથના રોજ ચંદ્રોદય – 08:48 PM
ચતુર્થી તિથિ શરૂ – 13 ઓક્ટોબર, 2022 સવારે 01:59 વાગ્યે
ચતુર્થી તારીખ સમાપ્તિ – 14 ઓક્ટોબર, 2022 સવારે 03:08 વાગ્યે