ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

લગ્નમાં કાકાએ ‘કાલા ચશ્મા’ ગીત પર ડાન્સ કરી બધાને મોજ કરાવી દિધી, જૂઓ વીડિયો

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 7 એપ્રિલ: સોશિયલ મીડિયા પર દરરોજ તમામ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. લડાઈ, ઝઘડા, રમુજી વીડિયો અને કેટલાક ડરામણા વીડિયો. વાસ્તવમાં, લોકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રીલ્સ દ્વારા આવા વીડિયો ખૂબ જોતા હોય છે. હવે લગ્નની સિઝન આવી રહી છે. આવી સ્થિતિમાં લગ્ન સાથે જોડાયેલા વીડિયો પણ વાયરલ થશે. લગ્ન સંબંધિત આ વીડિયોમાં તમામ પ્રકારની વસ્તુઓ જોવા મળે છે. પરંતુ લગ્નમાં એક વસ્તુ જે દરેકને પસંદ આવે છે તે છે ડાન્સ. આવી સ્થિતિમાં લગ્ન સંબંધિત ડાન્સનો એક વીડિયો અમારી નજરમાં આવ્યો છે, જેને જોઈને તમને મજા આવશે.

લગ્નમાં કાકાએ કર્યો અદભૂત ડાન્સ

કોઈ પણ પ્રસંગ આપણા ઘરે રાખ્યો હોય તો તેમાં આપણા સગાસબંધી તો પહેલા જ હોય છે. લગ્નમાં ફુઆ, જીજા, માસા, મામા કે અન્ય સંબંધીઓ કોઈને કોઈ વાતમાં નારાજ થઈ જતા હોય છે. પરંતુ દરેક સબંધી એવા નથી હોતો, કેટલાક સંબંધીઓ પ્રસંગને યાદગાર પણ બનાવી દેતા હોય છે. ખરેખર, અમારી પાસે જે વીડિયો છે, તેમાં લગ્નનો માહોલ દેખાઈ રહ્યો છે. આ સમય દરમિયાન છોકરા અને છોકરીના સંબંધીઓ પણ ત્યાં જોવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે અને આ ગીત પર સંબંધીઓ એવો અદભૂત ડાન્સ કરી રહ્યા છે કે ત્યાં હાજર દરેકને મજા આવી જાય છે.

અહીં જૂઓ કાકાના ડાન્સનો વીડિયો:

 

‘કાલા ચશ્મા’ ગીત પર સંબંધીઓએ કર્યો ડાન્સ

વાસ્તવમાં બેકગ્રાઉન્ડમાં સંગીત વાગી રહ્યું છે. કાલા ચશ્મા ગીત પર લોકો ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન કાકા આનંદથી નાચતા જોવા મળે છે. કાકાના ડાન્સને જોઈને લાગે છે કે તેમણે આ ડાન્સ માટે ઘણી તૈયારીઓ કરી હશે. કારણ કે તે કાલા ચશ્મા ગીત પર ડાન્સ સ્ટેપ્સ પણ ફોલો કરી રહ્યા છે. જેના કારણે લોકોને કાકાનો ડાન્સ ખુબજ પસંદ આવી રહ્યો છે અને આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યાં હાજર અન્ય સંબંધીઓ પણ કાકાનો ડાન્સ જોઈને ડાન્સ કરવા લાગે છે અને ખૂબ જ મજા લઈ રહ્યા છે.

આ પણ વાંચો: Reel બનાવવાના ચક્કરમાં જીવ જોખમમાં મુક્યો, માંડ માંડ બચ્યો યુવક, જૂઓ વીડિયો

Back to top button