ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

UNમાં ભારતના જગજીત પવાડિયા ફરી આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડના સભ્ય બન્યા

Text To Speech
  • માત્ર જગજીત પવાડિયા માટે જ નહીં પરંતુ આ સમગ્ર ભારત માટે એક સિદ્ધિ

ન્યુયોર્ક, 10 એપ્રિલ: અમેરિકાના ન્યૂયોર્કમાં મંગળવારના રોજ યોજાયેલી ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડની ચૂંટણીમાં ભારતના જગજીત પાવડિયાએ જીત હાંસલ કરી હતી. જે બાદ જગજીત પવાડિયા ફરી એકવાર ઈન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ( International Narcotics Control Board)માં જોડાયા છે. આ માત્ર જગજીત પવાડિયા માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક સિદ્ધિ છે.

આ ચૂંટણીઓમાં પાંચ બેઠકો માટે 24 ઉમેદવારો હતા, જેથી ચૂંટણી અત્યંત મુશ્કેલ હતી. પરંતુ યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ (ECOSOC) દ્વારા હાથ ધરવામાં આવેલી આ ચૂંટણીમાં જગજીત પવાડિયાને સૌથી વધુ મત મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ECOSOCના 53 વોટિંગ સભ્યોમાંથી ભારતને 41 વોટ મળ્યા, જે તમામ સભ્ય દેશોમાં સૌથી વધુ હતા. પવાડિયાએ 41 મતોથી ચૂંટણી જીતી હતી, જ્યારે બીજા સ્થાને રહેલા ઉમેદવારને 30 મત મળ્યા હતા.

વિદેશમંત્રી ડો.જયશંકરે ટ્વિટ કરીને શું કહ્યું?

ડોક્ટર એસ. જયશંકરે ટ્વિટર પર લખ્યું, ‘આજે, ભારતના ઉમેદવાર મિસ જગજીત પાવાડિયા 2025-2030 સમયગાળા માટે ન્યૂયોર્કમાં યોજાયેલી ચૂંટણીમાં ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ માટે ફરીથી ચૂંટાયા છે. બોર્ડના તમામ ચૂંટાયેલા સભ્ય દેશોમાં ભારતે સૌથી વધુ મત મેળવ્યા છે.

વધુમાં, વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતે તમામ ચૂંટાયેલા સભ્ય દેશોમાં સૌથી વધુ મત મેળવ્યા છે. જે બાદ તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશન અને વિદેશ મંત્રાલયની ટીમની પ્રશંસા કરી અને કહ્યું કે, ” સારું કામ કર્યું છે.”

જગજીત પવાડિયા કોણ છે?

જગજીત પવાડિયા 2015થી ઈન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડના સભ્ય છે. તેઓ મે-2019માં કાઉન્સિલ દ્વારા 2020થી 2025 સુધીના પાંચ વર્ષની મુદત માટે ચૂંટાયા હતા. તેમણે 2021થી 2022 સુધી બોર્ડના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. ત્યારબાદ ફરી એકવાર તેઓએ ચૂંટણીમાં જીત હાંસલ કરીને બોર્ડના સભ્ય બની ચૂક્યા છે.

આ પણ વાંચો: 80 વર્ષની ઉંમરે ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં સામેલ થયેલા લલિત ખેતાન કોણ છે?

Back to top button