ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં U20 સમિટ, મહેમાનો રિવરફ્રન્ટ-કાંકરિયા પર ગાલા ડિનરની મજા માણશે

Text To Speech

અમદાવાદમાં U20 સમિટ આજે યોજાઇ રહી છે. જેમાં 35થી વધુ દેશોના પ્રતિનિધિઓ અમદાવાદમાં આવી ગયા છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલ U20 સમિટમાં પહોંચ્યા છે. તથા સિટી શેરપા સભાનું CM ઉદ્ઘાટન કરાવશે. તેમજ તાજ હોટેલ સામે આવેલ મોન્ટે ક્રિસ્ટો બેન્કવેંટમાં U20 સમિટ યોજાઇ રહી છે. તેમાં પર્યાવરણ, જળ સુરક્ષા, ક્લેમેન્ટ ચેન્જ, અર્બન પ્લાનિંગ પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત 5-G સાથે દેશનું પહેલું રાજ્ય, પણ આટલા ગામમાં મોબાઈલ કનેક્ટિવિટી નથી 

મહેમાનો રિવરફ્રન્ટ પર ગાલા ડિનરની મજા માણશે

ઉલ્લેખનીય છે કે U20 સમિટના મહેમાનો રિવરફ્રન્ટ પર ગાલા ડિનરની મજા માણશે. તેમજ સાંજે રિવરફ્રન્ટ પરના ગાલા ડિનરમાં આખા ધાનનું ભોજન પીરસવામાં આવશે. 9-10 ફેબ્રુઆરીએ U-20 અંતર્ગત સિટી શેરપા મિટીંગ અને જુલાઇ-2023માં U-20 મેયર્સ સમિટ યોજાશે. અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો-વેબસાઇટ-વેલકમ સોંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યુ હતુ.

આ પણ વાંચો: ગુજરાત: 1,414 કરોડના સટ્ટાકાંડમાં કર્મેશ-હરીકેશના બેન્કખાતાના ખુલાસા થતાં પત્તા ખુલ્યા 

જુલાઇ-2023માં U-20 મેયર્સ સમિટ પણ યોજાશે

G-20 દેશો ઉપરાંત, C40, UCLG સભ્ય શહેરો અને નિરીક્ષક શહેરોના મેયર અને પ્રતિનિધિઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ચર્ચાઓને સમૃદ્ધ બનાવશે. ‘વસુધૈવ કુટુમ્બકમ-વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ની ભારતની G-20 થીમ સાથે સુસંગત અમદાવાદમાં યોજાનારી U-20 શહેર સ્તરની ક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી અને આપણા સહિયારા ભવિષ્યને રેખાંકિત કરતા કાયમી હકારાત્મક વૈશ્વિક પરિણામો લાવી શકે છે તે બાબત પર કેન્દ્રીત હશે. આ અર્બન-20 શહેરી મુદ્દાઓના સમાધાન માટે યોગ્ય નીતિ નિર્ધારણની દિશામાં રોડમેપ તૈયાર કરશે તથા સમિટમાં સહભાગી શહેરોની આકાંક્ષા પ્રતિબિંબિત કરશે. આ સંદર્ભનો એક દસ્તાવેજ U-20 સમિટના યજમાન શહેર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાશે.

Back to top button