એક સ્કુટર પર સાથે ફરનાર બે નેતા હિરાબાના નિધન પર થયા ભાવુક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાનું અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં આજે વહેલી સવારે 3.30 કલાકે અવસાન થયું છે. વડાપ્રધાનએ ટ્વિટ સંદેશ આપ્યો હતો. હીરાબાની અંતિમ યાત્રા નાનાભાઈ પંકજ નાનાભાઈ પંકજ મોદીના ઘરેથી શરુ થઈ હતી. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થયા હતા.
આ પણ વાંચો: Black Friday: PMએ માતા ગુમાવ્યા તો માતાને સરપ્રાઈઝ આપવા જતા રિષભ પંતની કારને નડ્યો અકસ્માત, જુઓ વીડિયો
હીરાબાનું નાદુરસ્તીના કારણે નિધન
આજે વડાપ્રધાન મોદીની માતાનું 100 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જે બાદ આજે વહેલી સવારે તેમની માતાએ અંતિમ શ્વાસ લીધા હતા.
શંકરસિંહ વાઘેલાએ પીએમને ભેટીને આપી શાંતવના
અંતિમ સંસ્કારના સમયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાયસણ સ્થિત નિવાસ્થાને પહોંચી ગયા હતા ત્યારબાદ તેઓ હીરાબાની અંતિમ વિધિમાં પણ સામેલ થયા હતા. શંકરસિંહ વાઘેલા વડાપ્રધાનની નજીક જ રહી તેમને શાંતવના આપી હતી વાઘેલાએ વડાપ્રધાનને ભેટીને પણ આશ્વાસન આપ્યું હતું. અત્રે નોંધણી છે કે વડાપ્રધાન મોદી અને શંકરસિંહ વાઘેલાની શરૂઆત થઈ ત્યારે જ બંને સાથે હતા અને એકબીજાના મિત્રો છે. ખુદ વડાપ્રધાને પણ આ બાબત જાહેરમાં કહી છે કે હું શંકરસિંહ વાઘેલાના બુલેટ પાછળ બેસીને ફરતો હતો.